________________
માટેના બધા ઉપાય તેમજ દ્રવ્યથી પાણીને નિર્મળ બનાવો. પહેલાની જેમજ અહીં પણ આગળની બધી વિગત જાણી લેવી જોઈએ. તે લોકેએ રાજાની આજ્ઞા પ્રમાણે જ બધું કામ પૂરું કર્યું. પાણી જ્યારે નિર્મળ થઈ ગયું ત્યારે તે લેકે પાણીનાં માટલાઓને રાજાની સામે લઈ આવ્યા. રાજાએ અનેક સંસ્કાર વડે નિર્મળ બનાવેલા પાણીને હથેળી ઉપર લીધું અને તેને ચાખ્યું. ચાખ્યા બાદ રાજાને આ પ્રમાણે વિશ્વાસ થઈ ગયે કે ખરેખર આ પાણી આસ્વાદનીય અને સેન્દ્રિય-ગાત્ર-અલ્હાદનીય થઈ ગયું છે ત્યારે તેણે સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યો. અને બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું.
मुबुद्धी ! एएणं तुमे संता जाव सब्भूया भावा कओ उवलद्धा तएणं सुबुद्धी जियसत्तूं एवं वयासी एएणं सामी मए संता जाव सब्भूया भावा जिणवयणाओ उवलद्धा एएणं जियसत्तू सुबुद्धिं एवं वयासी तं इच्छामि गं देवाणुप्पिया! तव अंतिए जिणवयणं निसामेत्तए)
હે સુબુધે! એ વિદ્યમાન યાવત્ અદ્દભૂત ભાવે તમે કયાંથી મેળવ્યા છે? જવાબમાં સુબુદ્ધિએ રાજાને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામી! એ વિદ્યમાન યાવત અદ્દભૂત ભાવ મેં જિન પ્રવચન માંથી મેળવ્યા છે. ત્યારે જીતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમારી પાસે હું જીનપ્રવચન સાંભળવાની ઈચ્છા રાખું છું.
( तएणं सुबुद्धी जियसत्तस्स विचित्तं केवलिपन्नत्तं चाउज्जामं धम्म परिकहेइ तमाइक्खइ, जहा जीवा वझंति जाव पंच अणुव्ययाइं, तएणं जियसत्तू सुबुद्धिस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ट० सुबुद्धि अमच्चं एवं वयासी)
સુબુદ્ધિ પ્રધાને જીતશત્રુ રાજાને પહેલાં કોઈપણ વખતે સાંભળે નહિ એ કેવળી પ્રજ્ઞક્ષ-સર્વજ્ઞ જીનેન્દ્ર વડે પ્રતિપાદિત ચતુર્યામવાળે મૃત–ચારિત્ર રૂપ ધર્મ સંભળાવ્યું. અને સવિસ્તર તેને સમજાવ્યો. જે પ્રમાણે જીવ કર્મો વડે બંધાય છે અને જે પ્રમાણે કર્મોથી મુક્ત થાય છે તે વિશેની બધી વિગત કહી સંભળાવી અને સમજાવી યાવતું શ્રાવક ધર્મ રૂપ પાંચ અવ્રતને સમ જાવ્યા. આ રીતે જીતશણુ રાજા સુબુદ્ધિ અમાત્યના મુખેથી ધર્મનું વ્યાખ્યાન
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૯૬