________________
(जिमियभुत्तुत्तरागए आयंते चोक्खे परमसुइभूए तंसि विउलंसि असण४ जाव जायविम्हए ते बहवे ईसरजाव पभिइए एवं वयासि )
જ્યારે તેઓ સરસ રીતે તૃપ્ત થઈને જમી રહ્યા ત્યારે તેઓ સર્વે બેઠકમાં આવ્યા બેઠકમાં આવતાં પહેલાં તેઓ હાથ મેં ધોઈને સ્વચ્છ થઈ ચૂક્યા હતા. અન્ન વગેરેના દાણા તેમના શરીર ઉપર જમતી વખતે પડી ગયા હતા તેઓને પાણીથી ધોઈને સાફ કર્યા. આ રીતે એકદમ પવિત્ર થઈને પુષ્કળ પ્રમાણમાં તૈયાર કરવામાં આવેલા અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર જાતના આહારોથી નવાઈ પામેલા રાજાએ બીજા સાથે રહેલા ઈશ્વર, તલવર, માંડ લિક, કૌટુંબિક, શ્રેષ્ઠ, સેનાપતિ અને સાર્થવાહ વગેરેને આ પ્રમાણે કહ્યું કે
(अहो ण देवाणुप्पिया ! इमे मणुण्णे असणं ४ वण्णेणं उववेए जाव फासेणं उववेए अस्सायणिज्जे विस्सायणिज्जे पीयणिज्जे, दीवणिज्जे दप्पणिज्जे मयणिज्जे विहणिज्जे सबिदियगाय पल्हायणिज्जे)
હે દેવાનુપ્રિયે ! મનને તૃપ્ત કરનાર આ અશન વગેરેને ચાર જાતને આહાર કેટલે શુભ વર્ણવાળ હો, કેટલો બધો શુભસ્પર્શવાળો હતો, કેટલે સરસ આસ્વાદનીય અને સવિશેષરૂપથી સ્વાદનીય હતે. આ આહારને જમીને ઈન્દ્રિયે બધી તૃપ્ત થઈ ગઈ છે. આ જઠરાગ્નિને ઉદ્દીપક છે તેમજ શારીરિક સૌંદર્યમાં વૃદ્ધિ કરનાર છે. બળવર્ધક અને કામોદ્દીપક છે. એને જમવાથી બધી ધાતુઓ ઉપચિત ( વૃદ્ધિ પામવું ) થઈ જાય છે. આ આહારથી બધી ઈન્દ્રિય તેમજ શરીરને આનંદની પ્રાપ્તિ થાય છે. મતલબ એ છે કે આ ચાર જાતના આહારો બહુ જ નવાઈ પમાડે તેવા છે. ( તg તે વર રાવ gfમકો કિસજૂ પ વચારી ) અને વધારે શું કહી શકીએ. તે બહુ જ ઉત્તમ હતો એમાં તો જરાએ શંકા નથી. રાજાની આ વાત સાંભળીને તે ઇશ્વર વગેરે ઘણું સાર્થવાહએ તે જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું કે –
(तहेव णं सामी ! जण्णं तुम्भे वदह-अहोणं इमे मणुण्णे असणं ४ वण्णेणं
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨