________________
( तेणं कालेणं तेणं समएणं चंपा नाम नयरी पुण्णभद्दे चेइए जियसत्त राया धारिणी देवी अदीणसत्तू नाम कुमारे जुवराया यावि होत्था )
તે કાળે અને તે સમયે ચંપા નામે નગરી હતી. તેમાં પૂર્વભદ્ર નામે ઉદ્યાન હતો. તે નગરના રાજાનું નામ જીતશત્રુ હતું ધારિણદેવી નામે તેની પની હતી. તેના પુત્રનું નામ અદીનશત્રુ હતું. અને તે યુવરાજ હતા. (સુવૃદ્ધિ આમ નાર રાગ રિંતર સાળોવારા) સુબુદ્ધિ નામે તેને અમાત્ય (મંત્રી) હતો તે ઔત્પિત્તિકી વગેરે ચારે પ્રકારની બુદ્ધિ સંપન્ન હતું અને રાજ્યનું શાસન તેના હાથમાં જ હતું. જીવ અજીવ વગેરે તનું તેને જ્ઞાન હતું અને તે શ્રમણોપાસક હતો. (तीसेणं चपाए णयरीए बहिया उत्तरपुर छिमेणं एगे परिहोदए यानि होत्था)
ચંપા નગરીની બહાર ઉત્તર પૌરરત્ય દિશામાં-ઈશાન કોણમાં-પરિદક ખાઈમાં પાણી ભર્યું હતું. દુર્ગની ચોમેર બહારની બાજુએ કેટની પાસે ગોળાકારે એક મોટી ખાઈ હતી. તેથી શત્રુ એકાએક સરળતાથી દુર્ગમાં પ્રવે. શવાની હિંમત કરી શકતા નહોતા, તેમાં પાણી ભરેલું હતું. આનું બીજું નામ “ખાતિકેદક” પણ છે.
(मेयवसामसरुहिरपूयपडलपोच्चडे भयगकलेवरसंछन्ने अमणुन्ने वण्णेणं जाव फासेणं से जहानामए अहिमडेइ वा गोमडेइ वा जाव मय कुहिय विण? किमिणवावपणदुरभिगंधे, किमिजालाउले संसत्ते असुइविगयबीभत्सदरिसणिज्जे भवेयारवे सिया ? णो इणढे समटे, एतो अणित्तराए चेव जाव फासेणं पण्णत्ते )
આ પરિખા-ખાઈનું પાણે પુષ્કળ પ્રમાણમાં મેદા, વસા, ચરબી, માંસ, રુધિર, લેહી, પૂય-પથી મિશ્રીત હતું કૂતરા, બિલાડા વગેરેના મરી ગયેલા શથી તે યુક્ત હતું. તે અરુચિકારક હતું અને ગંધ, રસ તથા સ્પર્શથી મનોવિકૃતિજનક હતું. એ જ વાત દષ્ટાંત વડે અહીં રજુ કરવામાં આવે છે. જેમ મરી ગયા પછી મૃતક મરી ગયેલા કૂતરાનું કલેવર (શરીર) બિલાડીનું કલેવર,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨