________________
પણ ચતુર્વિધ સંઘના અને બીજા તીર્થિક ગૃહરના વચનોને સારી પેઠે સહન કરી લે છે. એવા સાધુ વગેરે જેને મારા વડે સર્વ-વિરાધક તરીકે પ્રજ્ઞસ કરવામાં આવ્યા છે.
(समणाउसो ! जयाणं दीविचगावि सामुद्दगा वि ईसिं पुरे वाया पच्छावाया जाव वायंति, तया णं सव्वे दावदवा रुक्खा पत्तिया जाव चिट्ठति, एवामेव समणाउसो ! जो अम्हं जाव पव्वत्तिए समाणे बहूर्ण समणाणं ४ बहणं अन्नउत्थियनिहत्थाणं सम्मं सहइ एसणं मए पुरिसे सव्वाराहए पण्णत्ते ! एवं खल गोयमा ! जीवा आराहगा वा विराहगा वा भवंति, एवं खलु जंबू ! समणेणं भगवया महावी रेणं एक्कारसमस्स अज्झयणस्स अयमढे षण्णत्ते तिमि )
હે આયુમંત શ્રમણ ! જ્યારે દીપ અને સમુદ્ર ઉપરના પૂર્વ પશ્ચિમના ધીમાં અને પ્રચંડ પવન ફૂંકાય છે ત્યારે પાંદડાં અને પુષ્પવાળાં બધા દાવદ્રવ વૃક્ષે શભા સંપન્ન થઈને જ ઊભા રહે છે. આ પ્રમાણે હે આયુર્ભત શ્રમણ ! જે અમારા સાધુ અને સાધ્વીજન દીક્ષિત થઈને ઘણુ શ્રમણો વગેરેના, ચતુર્વિધ સંઘના તેમજ બીજા તીર્થિક ગૃહસ્થાના પ્રતિકૂળ વચને સાંભળીને સારી પેઠે સહન કરી લે છે એવા સાધુ જન વગેરે મારા વડે સર્વાધિક રૂપે પ્રજ્ઞપ્ત થાય છે. આ પ્રમાણે હે ગૌતમ! જી આરાધક અને વિરોધ હોય છે. સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે કે હે જંબૂ! સિદ્ધિગતિ પામેલા ભગવાન મહાવીર સ્વામીએ અગિયારમા જ્ઞાતાધ્યયનને આ ઉપર મુજબનો અર્થ પ્રજ્ઞપ્ત કર્યો છે. મેં જે રીતે સાંભળ્યો છે તે જ રીતે આ અર્થ તમારી સામે સ્પષ્ટ કર્યો છે. એમાં મેં મારી તરફથી કંઈ જ ઉમેર્યું નથી. સૂત્ર “\”
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાધ્યયન સૂત્રની અનગાર ધર્મા મૃતવર્ષિણી વ્યાખ્યાનું અગિયારમું અધ્યયન સમાપ્ત. ૧૧
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૮૦.