________________
पक्खस्स पाडिवया चंदे पुण्णिमाचंद पाणिहाय हीणो वण्णेणं हीणे सोम्मयाए हीणे निद्धयाए हीणे कंतीए एवं दित्तीए जुईए छायाए पभाए ओयाए लेस्साए मंडलेणं)
હે ભદતજી કેવી રીતે વૃદ્ધિ પામે છે અને કેવી રીતે ઓછા થાય છે? જીવ દ્રવ્યની અપેક્ષાએ અનંત હોવાથી અને પ્રદેશની અપેક્ષાએ દરેક જીવ દ્રવ્ય પ્રમદાવાળો હોવાથી હંમેશા અવસ્થિત પરિણામવાળે કહેવામાં આવ્યું છે. એથી આવી સ્થિતિમાં તેની વૃદ્ધિ થઈ શકે નહિ અને હાનિ પણ થઈ શકે નહિ. પણ અહીં જે પ્રશ્ન કરવામાં આવ્યું છે તેનો મતલબ આ પ્રમાણે છે કે જ્યારે આત્મામાં શાંતિ વગેરે ગુણે વૃદ્ધિ પામે છે ત્યારે તેમની વૃદ્ધિથી
જીવ વૃદ્ધિ પામે છે” આમ માનવામાં આવે છે અને જ્યારે એ જ આત્મિકગણેની વૃદ્ધિ આત્મામાં થતી નથી પણ વૃદ્ધિના સ્થાને હાનિ થવા માંડે છે ત્યારે “જીવમાં હાનિ થઈ રહી છે” એવું માનવામાં આવે છે. આ અપેક્ષાથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. ભગવાન હવે હાનિને સ્પષ્ટ કરવા માટે સૌ પહેલાં દષ્ટાંત વડે સમજાવતાં કહે છે કે હે ગૌતમ ! જેમ કૃષ્ણપક્ષની એકમને ચંદ્ર પૂનમના ચંદ્રની અપેક્ષા શુકલતા રૂપ વર્ણથી હીન હોય છે. સૌમ્યતા-એટલે કે નેત્રા હાદતાના ગુણથી હીન હોય છે, સ્નિગ્ધતા-સ્નેહોત્પાદકતા–થી હીનન્યૂન-હાય છે, કાંતિકમનીયતા–થી હીન હોય છે, આ રીતે દીતિથી-ઘતિથી(પ્રકાશથી), છાયા (શોભા) પ્રભાથી (જ્યોતિથી) દાહ શમનરૂપ એજથી કિરણ રૂપ લેસ્થાથી અને વૃત્તાકાર (ગેળાકાર ) રૂપ પોતાના પરિમંડળથી હીન રહે છે.
(तयाणंतरंच णं बीयाचंदे पाडिवयं चंदं पणिहाय होणतराय वण्णे गं जाव मंडले णं तयाणंतरं च णं तइआचंदे विड्याचंदं पणिहाय हीणतराए वण्णेणं जाव मंडलेणं एवं खलु एएणं कमेणं परिहाय माणे२ जाव अमावस्सा चंदे चाउद्दसं पणिहाय नटूठे वण्णेणं जाव नढे मंडलेणं)
ત્યાર પછી કૃષ્ણપક્ષની એકમના ચન્દ્ર કરતાં બીજને ચન્દ્ર વર્ણ પરિમંડળ વગેરે બધી વિશેષતાઓમાં વધારે ન્યૂન થઈ પડે છે. એ પછી બીજના ચન્દ્ર
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨