________________
આપણે જોયા તેમ અહીં પણ ધર્મના ઉપદેશક અને અવિરતિ પરિણામ જનિત દુઃખમાંથી મુક્ત કરનારા ગુરૂજને પ્રગટ કરવામાં આવ્યા છે. જેમ દેવીના મેહપાશની લપેટમાં પડેલા જીનરક્ષિત છે તેમજ અહીં પણ અવિરતિ વડે માહિત થયેલા મુનિએ જોવામાં આવે છે. જેમ શૈલક યક્ષ રૂપી ઘેાડાની પીઠ ઉપરથી ખસી પડેલા છત્તરક્ષિતનું વર્ણન ઉપર પ્રગટ કરવામાં આવ્યું છે તેમજ આ સંસારમાં પણ ગુરૂપષ્ટિ જ્ઞાન વગેરે પાંચ આચારાથી ભ્રષ્ટ થયેલે મુનિ સમજવા જોઈએ. જેમ રત્નાદેવીની તલવારથી કકડા થયેલા જીનરક્ષિતનાં અગા ઉપાંગે ઘણી જાતના મગર વગેરે જીવાથી વ્યાપ્ત સમુદ્રમાં આમતેમ ફેકવામાં આવ્યા છે તેમ જ અવિરતિના વિષમ પરિણામથી નરકવાસમાં શરીરના કકડા કરવામાં આવે છે છતાંએ તે દુઃખને અનુભવતા આ જીવ જન્મ, જરા (ઘડપણ) મરણ વગેરે અનંત દુ:ખેાથી વ્યાપ્ત થયેલા આ સંસારમાં ફરી આવી પડે છે. જેમ ચણા દેવીના ઉપસર્ગાથી અક્ષુબ્ધ થઈને જીનપાલિત પાતાને ઘેર સકુશળ પાછે આણ્યે, ત્યાં તેણે સુખેથી પેાતાના દિવસે પસાર કર્યો અને છેવટે મા મેળળ્યે તેમજ અવિરતિકૃત ઉપસÎથી નિર્ભીક થયેલા સુસંયમી મુનિ મેાક્ષ સ્થાનને મેળવીને શિવસુખનેા ઉપલેાગ કરશે. આ રીતે હે જમ્મૂ ! શ્રમણુભગવાન મહાવીરે નવમા જ્ઞાતાધ્યયનના આ પૂર્વોક્ત અર્થાં નિરૂપિત કર્યાં છે. તે મુજબ જ મેં તને બધી વિગત સમજાવી છે. | સૂ૧૦ || શ્રી નૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃતજ્ઞાતાસૂત્રની અનગારધર્માંમૃતવર્ષિણી વ્યાખ્યાનું નવમું અધ્યયન સમાપ્ત । ૯ ।
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૭૦