________________
ણમાં ભોગવતે સુખેથી પિતાને વખત પસાર કરવા લાગ્યો.
(तेणं कालेणं तेणं समएणं समणे० समोस ढे, धम्म सोच्चा पचाइए एक्का. रसंगवी मासिकयाएणं सोहम्मे कप्पे दो सागरोवमे महाविदेहे सिमिति एवामेव समणाउसो ! जाव माणुस्सए कामभोए णो पुणरवि आसायइ, से गं जाव वीइवइस्सइ, जहावा से जिणपालिए ! एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेण नवमस्स नायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि )
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીમાં આવ્યા. જીનપાલિત તેમને ઉપદેશ સાંભળીને દીક્ષિત થઈ ગયે. ધીમે ધીમે તેણે અગિયારે અંગેનું જ્ઞાન મેળવી લીધું. છેવટે એક માસની તેણે સંલેખના કરી. સંલેખનાથી ૬૦ સાઠ ભક્તોનું છેદન કરીને કાળ કર્યો ત્યારે પ્રથમ દેવલોકમાં બે સાગરોપમની સ્થિતિવાળા દેવ તરીકે તે ઉત્પન્ન થયે. ભવિષ્યમાં તે મહાવિદેહમાં સિદ્ધિ ગતિ મેળવશે. આ રીતે હે આયુષ્મત શ્રમણ ! જે અમારા નિગ્રંથ શ્રમણ અથવા નિર્ચથ શ્રમણીજનો પ્રવ્રજીત થઈને દીક્ષા વખતે ત્યજેલા મનુષ્ય ભવ સંબંધી કામગોનું ફરી સેવન કરતું નથી તે જીનપાલિતની જેમ આ સંસારને પાર થશે. આ દષ્ટાંતને અહીં આ રીતે બેસાડવું જોઈએ કે જેમ વણિકજને (વેપારીઓ) લાભને ઈચ્છનારા હોય છે તેમ શિવસુખને ઈચ્છનારા જેવો હોય છે. સમુદ્ર યાત્રાની જેમ જ આ સંસાર યાત્રા પણ છે. સમુદ્ર યાત્રામાં જેમ પાપણી રયણ દેવી મળી તેમ આ સંસાર યાત્રામાં શરૂઆતમાં સખદાયક અને પરિણામમાં દુઃખદાયક અવિરતિનો સમાગમ જીવને થતો રહે છે. વધસ્થાનમાં જેમ જીનપાલિત અને જનરક્ષિત ભયગ્રસ્ત થયા તેમ આ સંસાર યાત્રામાં પણ દરેકે દરેક જીવને જન્મ-મ૨ણની બીક રહે છે. જેમ રયણે દેવીને ફૂર વ્યવહારને અનુભવના શુળી ઉપર લટકતો માણસ તેમણે જોયે તેમ આ સંસારમાં પણ અવિરતિના પરિણામનો બેધક ભય આપણને સતત સાવધ કરતો રહે છે. જેમ દેવીની લપેટમાંથી મુક્ત કરનાર શિક્ષક યક્ષને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૬૯