________________
વિદિશાઓને મુખરિત કરતી તે પાપીણુએ આ પ્રમાણે કહ્યું – (होलवसुलगोलणाहदइतपिय, रयत, कंत,सामिय,णिग्धणणिच्छक्क ! थिण्णणिक्किव अकयण्णुय सिढिलभाव निलज्ज लुक्ख अकलुण जिणरक्खिय मज्झहिययरक्खगा४)
- હેલ-હે મુગ્ધ !, વસુલ-હે સુકુમાર !, ગેલ-હે કઠેર !, હે નાથ !, દયિત-હે દયાલો ! હે પ્રિય! હે રમણ ! હે કાંત ! હે સ્વામીન ! હે નિર્ઘણ!
નેહરહિત ! હે નિછકક-અવસર જ્ઞાન શૂન્ય! થિણ-હે નિર્દય હદય ! હે. નિષ્કપ ! હે અકૃતજ્ઞ, કરેલા ઉપકારને નહિ માનનારા, કૃતક્ત-હે શિથિલભાવ ! હે નિર્લજજ ! હે રુક્ષ ! હે પ્રેમશુન્ય, હે અકરુણ-નિર્દય! જીનરક્ષિત! મારા પ્રાણ રક્ષક તમે જ છે. એટલા માટે
(ण हुजसि एक्कियं अणाहं अबंधवं तुज्झ चलणओवायकारियं उज्झिउ अहणं गुणसंकर ! अहं तुभे विणा ण समत्या वि जीविङ खणंपिय)
મારા જેવી ચરણની દાસીને અસહાય, નિરાધાર અને એકલી મૂકીને જતા રહેવું તમારા જેવાને માટે યોગ્ય કહી શકાય નહિ હજી મારી એક પણ ઈચ્છા પૂરી થઈ નથી. હે ગુણ સાગર ! તમારા વગર એક ક્ષણ પણ હું જીવી શકું તેમ નથી ( इमस्स उ अणेगझसमगरविविहसावयसयाउलघरस्स ! रयणागरस्स मज्झे अप्पाणं वहेमि तुझं पुरओ एहि नियताहि जइसि कुविओ खमाहि एक्कावराईमे६)
જુઓ, હું અત્યારે જ ઘણી જાતની સેંકડે માછલીઓ, મગરે, ઘણી જાતના હિંસક જળચર પ્રાણીઓથી યુક્ત આ સમુદ્રની વચ્ચે તમારી સામે જ ડૂબી મરું છું. માટે હે નરક્ષિત તમે આવે, આગળ જશે નહિ. ગમે તે કારણથી જે તમે મારા ઉપર નારાજ થઈ ગયા છે તે મારા અજ્ઞાનથી થયેલી ભૂલેને તમે માફ કરે.
( तुज्झ य विगय घमविमलससिमंडलागारं सस्सिरीयं सारय नव कमल कमय-कुवलय-विमलदल-निकर-सरिस-निभनयणं वयणं पिवासा गयाए सद्धामे पेच्छिउं जे अवलोएहि ताइओ ममं णाह ते पेच्छामि वयण कमलं ७)
દર્શનના ઉમળકાથી પ્રેરાઈને આવેલી મારી ઈચ્છા તમારા મુખને જોવાની થઈ રહી છે તમારું મુખ મેઘ રહિત નિર્મળ ચંદ્રમંડળની જેમ આકારવાળું અને સવિશેષ સૌદર્ય યુક્ત છે. બંને નેત્રે શરદ-ડતુના નવીન કમળ, કુમુદ અને કુવલયના દલનિકરની જેમ ઘણું શુતિમાન છે. સૂર્ય વિકાશી પદ્રનું નામ કમળ, ચન્દ્ર વિકાશી પદ્યનું નામ કુવલય છે. એટલા માટે હે નાથ ! તમે મારી તરફ જુએ. જ્યાં સુધી તમે મારી તરફ જોતા રહેશો ત્યાં સુધી હું પણ તમારું મુખકમળ જોઈ લઈશ.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨
૨૬૩