________________
तुम्भं सरीरगस्स वावती भविस्स तं भवियन्वं एत्थ कारणेणं तं सेयं अलु अम्हं दक्खिणिल्लं वणसंडं गमित्तए त्ति कटु अण्णमण्णस्स एयमहं पडि सुर्णेति )
હૈ દેવાનુપ્રિય ! એ વાત તમે જાણતા જ હશે। કે રત્નદ્વીપના દેવતા રયણા દેવીએ અમને આ પ્રમાણે કહ્યું છે કે શક્રેન્દ્રની આજ્ઞાથી પ્રેરાઇને લત્રણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવે એકવીશ વાર સમુદ્રની ચારે બાજુ મારે પરિભ્રમણુ કરવું છે વગેરે. તે તમે દક્ષિણ દિશા તરફના વનખંડ સિવાય ખાકીના ત્રણે દિશાના વનખડામાં ચિત્ત ઉદ્વિગ્ન થાય ત્યારે જો ત્યાંની વાવે વગેરેમાં સ્નાન વગેરે કરીને પેાતાના મનને પ્રસન્ન કરજો દક્ષિણ દિશા તરફના વનખંડમાં તમારે જવું નહીં કેમ કે ત્યાં એક માટે મહાકાળ વિકરાળ સાપ રહે છે. કઈ એવું થાય નહિ કે તમે ત્યાં જાઓ અને તેની લપેટમાં આવીને તમારું મૃત્યુ થઈ જાય. તા તેના આ વાતમાં કઇક રહસ્ય ચક્કસ રહેવું જોઇએ. એટલા માટે આ રહસ્ય વિશે ત્યાં જઈને આપણે કંઈક જાણવું તે જોઇએ જ. આમ પરસ્પર વિચાર કરીને તેઓએ ત્યાં જવાના મક્કમ વિચાર પણ કરી જ લીધા. ( पडिणित्ता जेणेव दाक्खिणिल्ले वणसंडे तेणेत्र पहारेत्थ गमणाए - तएणं गंधे, निद्राति से जहा नामए अहिमडेइवा जाव अणिद्वतराए चेव तरणं ते मार्गदिय दारया ते असुभेणं गंधेणं अमिभूया समाणा सरहिं२ उत्तरिज्जेहिं आसातिं पिर्हेति २ जेणेव दाक्खिणिल्ले वणमंडे तेणेव उवागया तत्थणं महं एगं आधायणं पासंति) અને ત્યાર પછી તેએ અને જે તરફ દક્ષિણ દિશા સંબંધી વનખ હતા તે તરફ રવાના થયા. રસ્તામાં ચાલતાં ચાલતાં તેઓને એકદમ ખરાબ દું'ધ આવી. મરીને સડી ગયેલા સાપના શરીરની જ જેવી અનિષ્ટતા દુર્ગંધ હાય છે તેવી જ તે દુર્ગંધ પણ હતી. માકદી દારકાએ તે અશુભ ગધથી વ્યાકુળ થઈને પેાતાના મેાંના એક દેશ રૂપ ભાગ નાકને ખેસના છેડાથી ઢાંકી દીધું. ઢાંકીને તેઓ આગળ દક્ષિણ દિશાના વનખંડમાં ગયા. ત્યાં જતાં જ તેઓએ એક શૂળી ચઢાવવાની જગ્યા જોઈ.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૫૨