________________
તમે સમ્યક શ્રદ્ધા મેળવી છે અને તેને સ્વાધીન બનાવ્યું છે અત્યાર સુધી પણ તમે તે શ્રદ્ધા ને જ સારી રીતે અચળ રૂપે વળગી રહ્યા છે.
( एवं खलु देवाणुपिया ! सक्के देविंदे देवराया सोहम्मे कप्पे सोहम्मवडिसए विमाणे सभाए सुहम्माए बहूणं देवाणं०मझगए महए सद्देणं आइक्खई ४)
મેં જે કંઈ તમારી સાથે વર્તન કર્યું છે તેની પાછળનું કારણ આ પ્રમાણે છે કે હે દેવાનુપ્રિય ! એક દિવસે પરમ અશ્વર્યશાળી દેવના ઈન્દ્ર શક દેવરાજે સૌધર્મનામના પહેલા ક૫માં સૌધર્માવલંસક વિમાનમાં ઘણું દેવેની વચ્ચે બેસીને પિતાની સુધર્મા સભામાં મોટા સાદે પહેલાં તે સામાન્ય રૂપે કહ્યું અને ત્યાર બાદ પિતાના ભાષણ વડે વિશેષ રૂપમાં કહ્યું. તેઓ એ પહેલાં સામાન્ય અને ત્યાર પછી વિશેષ રૂપમાં સમજાવતાં કહ્યું –
( एवं खलु जंबूद्दीवेर भारहे वासे चंपाए नयरोए अरहन्नए समणोबासए अहिगय जीवाजीवे नो खलु सक्के केणइ देवेण वा दाणवेण वा णिग्गंयाओ पा. वयणाओ चालित्तए वा जाब विपरिणामेत्तए वा)
જુઓ-જંબુદ્વીપ નામનાં દ્વીપમાં દક્ષિણ ભરતક્ષેત્રમાં ચંપાનામની નગરીમાં જીવ અજીવ વગેરે તને જાણનાર અરહન્તક નામે શ્રમણોપાસક શેઠ રહે છે.
તે સમ્યકત્વમૂળ દેશ વિરતિ રૂપ ધર્મમાં આટલો બધે સ્થિર ચિત્ત છે કે ગમે તે દેવ દાનવ, કિન્નર ઝિંપુરુષ મહારગ, ગંધર્વ વડે પણ પિતાના નિર્ગથ પ્રવચન રૂપ ધર્મથી તે વિચલિત થતો નથી.
સુભિત તેમજ વિપરીત અધ્યવસાયના ઉત્પાદનથી તેમાં બીજો ભાવ ઉત્પન્ન થતો નથી. અહીંયા દેવપદથી વૈમાનિક અને જ્યોતિષી દેવેનું તેમજ દાનવપદથી ભવનપતિનું ગ્રહણ કરવામાં આવ્યું છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૫૨