________________
એની સામે પિતાના કુટુંબની ઘણી બાબતેમાં યાવત બીજી પણ ઘણું રહસ્યની મહત્વપૂર્ણ વાતેમા તેની સલાહ લઈને તેને પ્રમાણભૂત બનાવી રહ્યો છે.
તેમજ હિણિકાને તે બધા કામને સંપૂર્ણ રીતે પાર પાડનારી માની રહ્યો છે. કેમ કે ધન્યસાર્થવાહે રોહિણિકાને પિતાના આખા કુટુંબની અધિષ્ઠાત્રી બનાવી દીધી છે
(एवामेव समाणाउसो ! जाव पंचय से महत्वया संवड़िया भवंति से णं इह भवे चेव बहुणं समणाण ४ अच्चणिज्जे जाव वीईवइस्सइ जहाव सा रोहिणिया एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं सत्तमस्स नायज्झयणस्स अयमढे पन्नत्ते तिबेमि)
આ પ્રમાણે જ છે આયુશ્મન્ત શ્રમણ ! જે અમારા શ્રમણ તેમજ શ્રમણીજન દીક્ષિત થઈને પોતાના પંચમહાવ્રતનું વર્ધન કરતા રહે છે–તે હિણિકાની જેમ આ જગતમાં જ ઘણા શ્રમણ વગેરે મહાનુભાવે દ્વારા તેમજ ચતુર્વિધ સંઘદ્વારા અર્ચનીય હોય છે. અને તે ચતુર્ગતિ રૂપ આ અનાદિ સંસાર કાંતાર (જંગલ) ને પાર થઈ જાય છે. અહીં શ્રેષ્ઠીના સ્થાને ગુરુજ છે. જ્ઞાતિજનેના સ્થાને શ્રમણ સંઘ છે. સગાવહાલા એના સ્થાને ભવ્ય જન છે અને શાલિક ના સ્થાને પંચમહાવતે છે.
આ રીતે હે જબૂ! મુક્તિ મેળવેલા શ્રમણ ભગવાન મહાવીરે આ સાતમા નાતા ધ્યયનનો અર્થ પૂર્વોક્ત રૂપે નિરૂપિત કર્યો છે. આમ હું તમને કહી રહ્યો છું. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “જ્ઞાતાધર્મકથા સૂત્રની અનગાર ધર્મામૃતવર્ષિણ વ્યાખ્યાનું સાતમું અધ્યયન સમાપ્ત મા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨