________________
આપી શકું (તાજુ બળે સેિિ વ વવાણી) રેહિણિકાની આ રીતે વાત સાંભળીને ધન્યસાર્થવાહે તેને આ પ્રમાણે કહ્યું (कहणं पुत्ता ! तुम ते पंचसालि अक्खए सगडीसागडेणं निज्जाइस्ससि)
હે પુત્રી ! મેં આપેલા પાંચ શાલિકાને તમે નાની મોટી ઘણી ગાડી એમાં ભરાવીને કેવી રીતે આપવા માંગે છે
(तएणं सा रोहिणी धणं एवं वयासी -एवं खलु ताओ ! तुम्भे इओ पंचमे संवच्छरे इमस्स मित्त. जाव वहवे कुंभसया जाया तेणेव कमेणं एवं खलु ताओ तुम्भे ते पंचसालि अकवर सगडी सागडेगं निज्जाएमि ) ધન્યસાર્થવાહનું કથન સાભળીને હિણિકાએ તેમને કહ્યું- હે તાત! આજથી પાંચ વર્ષ પહેલા મિત્રજ્ઞાતિ વગેરે પરિજન ની સામે મને બોલાવીને તમે પાંચ શાલિકણે આપ્યા હતા અને આપતી વખતે તમે તેમના સંરક્ષણ સંવર્ધન વગેરેની બાબતમા સૂચનો કર્યા હતાં.
તમારી પાસેથી શાલિકણે લઈને મેં આમ વિચાર કર્યો કે આ પાચ શાલિકણે તાતે આપ્યા છે અને તેમના સંરક્ષણ તથા સંવર્ધન વિષે જે કંઈ મને કહ્યું છે, જેથી ચેકકસ આ વાતમાં કંઈક રહસ્ય હોવું જોઈએ. એમ વિચાર કરીને મેં પિયરના માણસોને બોલાવ્યા અને તેમને વર્ધન માટે પાંચ શાલિકણે આવ્યા.
તેમણે શાલિકણે લઈ લીધા, અને સુપરિકર્મિત ખેતરમાં વાવીને તે કણેની ખૂબ વૃદ્ધિ કરી. પહેલા વર્ષે મગધ દેશ પ્રસિદ્ધ પ્રસ્થ પ્રમાણ જેટલા શાલિકણે થયા. બીજા વર્ષે વાવવાથી ઘણું કળશ ભરાય તેટલા થયા, ત્રીજા વર્ષે બીજા વર્ષ કરતાં પણ વધારે કળશે ભરાય તેટલી શાલિ થઈ. ચોથા વર્ષે વાવવાથી સેંકડે કળશ ભરાય તેટલી શાલિ થઈ. આ પ્રમાણે તમે આપેલા પાંચ શાલિકણે આજે ઘણી નાની મોટી ગાડીઓમાં ભરાય તેટલા થઈ ગયા છે, તેથી જ હું આપને તે પાંચ શાલિકણે અનેક ગાડીઓમાં ભરાય તેટલા પ્રમા ણમાં વધીને કરીને પાછા આપી રહી છું.
(तएणं से धण्णे सत्यवाहे रोहिणियार सुबहुयं समडी सागडं दलयइ,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૯૫