________________
આ મગના દાણાને તમે કહો તે પ્રમાણે હું ઊંચે ઉછાળીને પાડી શકું છું. બોલો, એમને હું કેવી રીતે પાડું. એમનું મેં ઊંચું રહે એવી રીતે અથવા નીચું રહે એવી રીતે, અથવા ત્રાંસું રહે એવી રીતે પાડું?” ખેડૂતની વાત સાંભળીને ચારે પિતાનું વસ્ત્ર નીચે પાથરીને કહ્યું–“આના ઉપર મગના દાણુને તું એવી રીતે પાડ જેથી બધા દાણાનું મેં નીચે રહે.” ચિરની આ વાત સાંભળીને ખેડૂતે તે જ પ્રમાણે કર્યું. આથી ચાર ભારે ખુશ થયે. બન્નેને પોતપોતાના કામમાં આ પ્રમાણે સફળતા મળી તે કર્મજા બુદ્ધિના પ્રભાવથી જ. એ જ રીતે જ્યાં રત્નપરીક્ષણ થાય છે. ત્યાં સાવ અંધારું હોવા છતાં રાતના સમયે (રત્નપરીક્ષક) રત્નની પરીક્ષા કરી આપે છે. રાત હોવા છતાં ધાબી જેનું જે લુગડું હોય છે, તેને સ્પર્શીને જ જાણી જાય છે કે આ આનું લૂગડું છે. અને તેને આપી દે છે. એજ રીતે બીજા કેટલાંક ઉદાહરણો આ બુદ્ધિ વિષે કહેલાં છે.
જેમ જેમ આયુષ્ય વધતું જાય છે, અથવા આત્મપરિણતિ વધતી જાય છે, તેમ તેમ અભ્યદય અને મોક્ષની તરફ જીવની જે બુદ્ધિ પૂર્વક પ્રવૃત્તિ હોય છે, તે બુદ્ધિનું નામ પરિણામિકી’ બુદ્ધિ છે.
આ બુદ્ધિ વિષે સ્થવિરનું દષ્ટાંત આ પ્રમાણે છે.
એક નગરમાં મણિધર (સાપ) રહેતો હતો. તે જ્યારે ઝાડ ઉપર ચઢતો હતો, ત્યારે પિતાનાફણના મણિને ઝાડના એક ખૂણામાં મૂકતે, અને પછી તેના અજવાળામાં ઝાડ ઉપર ચારે બાજુ ફરીને પક્ષીઓના ઈડાઓનું દરરોજ ભક્ષણ કરતો હતો. એક દિવસ પક્ષીઓએ સંપીને તેને સામને કર્યો. બન્ને પક્ષમાં ઘમસાણયુદ્ધ જામ્યું આખરે પક્ષીએાએ ચાંચ અને પગના પ્રહારથી તેને ઘાયલ કરીને ઝાડ ઉપરથી નીચે પાડ્યું. પડતાંની સાથે જ તે મરણ પામે. ઝાડ નીચે એક કૂ હતું. તેનું પાણી ઝાડ ઉપર મૂકેલા મણિના પ્રકાશવડે લાલરંગવાળું લાગતું હતું, પણ જ્યારે તે પાણી કૂવામાંથી બહાર કાઢવામાં આવતું ત્યારે તે કેળું જ લાગતું હતું આ જોઈને કોઈ છોકરાએ પોતાના ઘરડા પિતાને આ બધું કહ્યું. તે સાંભળીને તરત જ તે ઘરડે પિતા ત્યાં આવ્યું અને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૩૫.