________________
પિતાની બુદ્ધિ વડે એને નિર્ણય કરીને તે એ નિશ્ચય ઉપર આવ્યું કે આ કુવાની નજીક ના પ્રદેશમાં મણિ મૂકેલ છે. તેણે શીધ્ર મણિ ત્યાથી ઉપાડી લીધું. આ રીતે પિતાની બુદ્ધિના પ્રભાવથી ઐહિક વૈભવશાલી (માલદાર) થતાં તેને વાર ન લાગી.
મોક્ષફળના વિષે ખડગિ દૃષ્ટાંત આ પ્રમાણે છે –
એક ગામમાં કોઈ એક શ્રાવક રહેતો હતો. ધર્મગુરુએ વારંવાર તેને ધર્માચરણ તરફ વાળવા માટે ઉપદેશ આપે, પણ એટલે તે મહાધ હતું કે ધર્મનું નામ સાંભળીને તેને ગભરાટ થતું હતું. અંતે તે મરણ પામે, અને જંગલમાં ગેંડાના પર્યાયથી જન્મ પામે. જંગલમાં જ્યારે કોઈ પણ મુસાફર પસાર થતું ત્યારે તેને તે ચારે બાજુથી ઘેરીને શિંગવડે મારી નાખતું હતું, અને શિકારને શેતે. દરરોજ તે રસ્તે રેકીને જ પિતાના શિકારની ધ્યાનમાં બેસી રહેતો હતો. કોઈ વખતે તે જંગલના રસ્તેથી ધર્મશ” નામે આચાર્ય પોતાની શિષ્યમંડળની સાથે પસાર થતા હતા તેમની બગલમાં રજોહરણ હતું. પાત્રોની ઝોળી હાથમાં હતી. સદેરક મુખવાસ્ત્રિકા મેં ઉપર બાંધેલી હતી. ષટકાય જીના રક્ષણ માટે તેઓ સદા તૈયાર રહેતા હતા. ખડગીએ (ગુંડાએ) જંગલના રસ્તેથી આવતા આચાર્યને જોયા કે તરત જ તેમના તપના પ્રભાવથી તે ત્યાં જ રોકાઈ ગયે, અને તેમને મારવામાં અસમર્થ બની ગયે. આ પ્રમાણે પિતાનું અસામર્થ્ય જોઈને–તે એક નજરે મુનિ તરફ જોતાં ત્યાં જ ઉભે રહ્યો. ત્યાં ઊભાં ઊભાં જ તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેણે વિચાર કર્યો-“આ મારા પૂર્વભવના ગુરુ છે. એમણે મને તે જન્મમાં વારંવાર ધર્માચરણની પ્રેરણા આપી છતાં હું એટલે બધા કમનસીબ હતો કે મારા જીવનકાળમાં હું ધમને શરણે થયે નથી. આ કારણને લીધે જ હું આજે આ નિકૃષ્ટ (ખરાબ) પર્યાય (નિ)માં જન્મ્યો છું. આ રીતે વિચાર કરીને પિતાની દુરવસ્થા સુધારવા માટે તેણે ભક્ત પ્રત્યાખ્યાન સંથારાનું શરણ સ્વીકાર્યું. આખરે જ્યારે તે મરણ પામે ત્યારે તે ભકત પ્રત્યાખ્યાનરૂપ તપના પ્રભાવથી સ્વર્ગમાં દેવ થયે. ત્યાંની સ્થિતિ પૂરી કરીને તે ત્યાંથી આવીને મનુષ્યજન્મ પામ્યા. આ જન્મમાં તે તપ-સંયમને આરાધીને અંતે મેક્ષ સુખ મેળવ્યું. આ બુદ્ધિને લગતાં અનેક બીજાં દૃષ્ટાંતો પણ પ્રસિદ્ધ છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧