________________
પ્રમાણે વાત જાણી તેડેશીએ અવિમૃશ્યકારીના જ્ઞાનની ખૂબ ઝાટકણી કાઢી. અને તે પછી વિચારશીલને ખૂબ કીમતી ભેટ અને સેંકડો આશીર્વચને આપ્યાં. પિતાના સાથીનું આ રીતે દેવ દુર્લભ સન્માન અને અવિમુશ્યકારી ખૂબ જ દુઃખી અને તેણે પિતાનાં મનમાં વિચાર કર્યો કે મેં વિદ્યાગુરુ પાસેથી વિદ્યાભ્યાસ તે કર્યો છે પણ વિનય રહિત હોવાને લીધે વિદ્યા સારી પેઠે મારામાં ફળવતી થઈ નથી.” વિનયશીલ વિમૃથ્યકારી શિષ્ય વિચાર કર્યો કે “વિનયાદિથી જે વિદ્યા ગુરુ પાસેથી મેળવી છે, તે મારામાં સવિશેષ વિકાસ પામી છે. ખરેખર મારા ઉપર વિદ્યાગુરુને બહુ ભારે ઉપકાર થયું છે.” આ રીતે વારંવાર વિદ્યાગુરુના ઉપકારનું સ્મરણ કરતાં સારી પેઠે વિદ્યાપ્રચાર કર્યો. આ પ્રચારથી લોકોમાં અમૃત જેવી તેની ખ્યાતી વધી. અનુક્રમે જ્યારે તે આત્મવિદ્યાની સાધના કરતાં કરતાં કલ્યાણપથને પથિક બન્યા ત્યારે અનન્ત જનમમરણના પણ તેણે અંત કર્યો. આ દષ્ટાન્ત લખવાનું પ્રયોજન એ છે કે એકી સાથે અભ્યાસ કરવા છતાં પણ વિનીત માણસમાં જ વિદ્યા સફળ થાય છે, અને બધા શાનું રહસ્ય પણ તે જ આત્મામાં પ્રકટે છે, કે જે આત્મા વિનમ્ર હોય છે. નમ્ર માણસ જ વિદ્યાના પ્રભાવથી આ લેકમાં પિતાની રચના વડે શાસ્ત્ર વગેરેનું રહસ્ય બતાવે છે, અને આત્મવિદ્યાને મેળવીને અંતે સ્વપિતાનું અને પર [પારકાનું કલ્યાણ સાધવામાં સમર્થ થાય છે. આ બુદ્ધિ વિષે બીજા પણ અનેક દષ્ટાનો છે. જે અહીં ગ્રન્થ વિસ્તારના ભયથી લખ્યા નથી. કૃષિ, વાણિજ્ય વગેરે વ્યવસાયના કર્મોથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તે કામિની બુદ્ધિ છે.
એના માટે કૃષિવલ [ખેડૂત અને ચેરનું ઉદાહરણ આ પ્રમાણે છે –
વાણિજ ગામમાં કેઈ એક વાણિયાના ઘેર રાતના વખતે એક ચેરે કમળના આકાર જેવું બાકોરું [ખાતર પાડ્યું. સવારે લેકોએ એ જોઈને ચિરના બહુ ભારે વખાણ કર્યા. તેઓ કહેવા લાગ્યા–“જુઓ, ચેરે આમાં કેવી હાથકારીગરી બતાવી છે. કમળના આકાર જેવું કેવું સરસ બાકરૂં [ખાતર પાડયું છે. “વખાણ કરનારાઓની વચ્ચે ચેર પણ છુપાઈ રહ્યો હતો. પિતાના આ જાતના વખાણ સાંભળીને તે બહુ ભારે ખુશ થઈ રહ્યો હતો. આ ટેળામાં એક ખેડૂત પણ હતો. જે આ પ્રમાણે કહેવા લાગે કે-“આમાં નવાઈની શી વાત છે. જેને જ્યાં અભ્યાસ હોય છે, ત્યાં તેને કંઈ પણ અઘરૂં હેતું નથી. બધું તેને માટે સરળ હોય છે, ખેડૂતની આ પ્રમાણે વાત સાંભળીને ચિરના હૃદયમાં ભારે રોષ પ્રકટયો, અને રાત્રે ચાર ખેતરમાં ખેડૂ તેની પાસે જઈને બોલ્યા કે–“દુષ્ટ ! અહીં હું તને મારવા આવ્યો છું. કેમકે તે મારા કમળના જેવા આકારવાળા બાકોર ના વખાણ નથી કર્યા. ખેડૂતે ચોરની આ વાત સાંભળીને કહ્યું-“ભાઈ! તને મેં શું ખોટું કહ્યું મેં તે તને એમજ કહ્યું કે જે વિષયમાં જે સારે અભ્યાસ હોય તે વિષય તેને માટે સરળ હોય છે. તે વિષયની બાબતના ગમે તે કામમાં તેને કેઈ પણ જાતની મુશ્કેલી નડતી નથી. જુઓ,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૩૪