________________
એનાથી જીવના અન્ને લાક [ઇહલાક અને પરલોક] સુખી બને છે. ધરૂપી શ્રેષ્ઠ ચાતુરન્ત ચક્રવડે વર્તવાની પ્રભુની ટેવ છે. એટલા માટે તે ધર્મવર ચાતુરન્ત ચક્રવર્તી છે. એને નિષ્કર્ષરૂપે આ અર્થ છે કે પ્રભુએ જે ધર્મની પ્રરૂપણા કરી છે, તે [ધ] લેાકેાત્તર [અલૌકિક અથવા અસાધારણ છે. એવા લોકોત્તર ધર્મને પ્રવનાર પ્રભુ વિના અન્ય ખીજો કોઇ પણ ન થઈ શકે. પ્રભુને દ્વીપ (બેટ)ના જેવા એટલા માટે બતાવવામાં આવ્યા છે કે તે સંસારરૂપી સમુદ્રમાં ડૂબનારા પ્રાણિઓને એક દ્વીપની જેમ સહારો આપનાર છે. ‘ત્રાણ’ કર્મો વડે કથિત [દુઃખિત] થયેલ વાનું રક્ષણ કરવામાં પ્રભુ સમર્થ છે, એટલા માટે ત્રાણુરૂપ છે. એથી જ ‘શરણગતિઃ' તેનું આશ્રય આપનારૂં સ્થાન છે. ત્રણે કાળમાં પણ અવિનાશીરૂપે [એકરૂપે] સ્થિત રહેવાને લીધે પ્રભુ પ્રતિષ્ઠાન સ્વરૂપ છે. ‘પ્રતિજ્ઞાનશનર પ્રભુનું અનન્તજ્ઞાન અને અનન્તદર્શન ત્રણે કાળામાં પણ ગમે તે પદાર્થ વડે પ્રતિહત [પ્રતિબંધ પામેલુ] થઈ શકતું નથી, એથી જ તેમને અપ્રતિહત કહેવામાં આવ્યા છે. ફકત એક પ્રભુ જ અપ્રતિહુતજ્ઞાન અને દર્શનને ધારણ કરનારા છે. એટલા માટે તેને આ વિશેષણાથી યુકત કહેવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે આવરણ રહિત કેવળજ્ઞાન અને કેવળદર્શીનને પ્રભુ ધારણ કરે છે. એટલા માટે તેઓ અપ્રતિહુતવરજ્ઞાનદનવાળા છે. ‘વ્યાત્રત્તછદ્મ' છદ્મ શબ્દના અર્થ આવરણ, કરવુ હાય છે. કેવળજ્ઞાન કેવળદન વગેરેરૂપ આત્મા જેએ વડે આવૃત (આચ્છાદિત) કરવામાં આવે છે, એવા જ્ઞાનાવરણુ, દનાવરણ, મેહનીય તેમજ વિઘ્નરૂપ ઘાર ઘાતકકમ અથવા આઠે કમ અહીં છદ્મ શબ્દ વડે કહેવામાં આવ્યાં છે. આ છદ્મ પ્રભુના આત્માથી નિવૃત્ત થઇ ગયુ છે, એટલા માટે તેઓ વ્યાવૃત્ત છદ્મ છે. રાગદ્વેષ વગેરે શત્રુઓ ઉપર વિજય મેળવનાર હોવાથી પ્રભુ જિન છે, તેમજ આ રાગદ્વેષરૂપી શત્રુઓને જીતવાની પ્રેરણા ભવ્ય જીવોને પોતાની ધર્મ દેશના વડે પ્રભુએ જ આપી છે, એટલા માટે પ્રભુ જાપક છે. પ્રભુ પોતે આ સંસારસમુદ્રને પાર તરી ગયા છે, એટલા માટે તે તી છે, તેમજ બીજા જીવાને તરવાની તેમણે પ્રેરણા આપી એટલા માટે તેઓ તારક છે. ાતે બાધ (જ્ઞાન) મેળવનાર હેાવાને લીધે પ્રભુ બુદ્ધ છે, તેમજ બીજા જીવાને પ્રભુએ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૫