________________
(સિંહ)થી, દ્વેષરૂપી વાઘથી, ક્રોધરૂપી દાવાનલથી, માનરૂપી મહા પર્વતથી, માયારૂપી મહાપિશાચીથી, લોભરૂપી મહા અજગરથી વિષયાવલીરૂપી વિષની વેલથી, કુગુરુ (ખરાબ ગુરુ) રૂપી ચારથી, કમની પ્રવૃત્તિરૂપી ઝાડની પાંતીથી, મિથ્યાત્વ (મિથ્યાપણું)રૂપી ઘર અઘારાથી, ચતુર્ગતિરૂપી વિકટ લાંબા રસ્તાથી, તૃષ્ણારૂપી મહા નદીથી, આઝવ (કમનું આત્મામાં દાખલ થવું તે)રૂપી પાણીથી, કુશ્રદ્ધારૂપી પ્રવાહથી, કુત્સિત પ્રરે પણ રૂપી જાઓથી, કુશીલરૂપી કિનારાથી, ઈન્દ્રિના સમૂહરૂપી મગરથી, સંગ વિયેગ રૂપી કાંટાઓથી તર્ક અને નિગેદરૂપી મહા આવર્તે (ચકરી અથવા પાણીની ભમરી) માં પરિભ્રમણથી ઉત્પન્ન અનેકવિધ દુઃખની પરંપરાના સંક્લેશથી ત્રસ્ત થઈ રહ્યા છે. તેમને આ સંસાર કાન્તાર (નિર્જન જંગલ)ના દુખેથી મુકત કરાવીને નિરુપદ્રવ, અચલ, અજ, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિક-સિધિનામનું સુરક્ષિત સ્થાન આપનાર જો કોઈ છે તે તે એક ભગવાન જ છે. એટલા માટે તેઓ “શરણદય કહેવામાં આવ્યા છે. અભયદય, ચક્ષુદ્દય માર્ગદય તથા શરદય આ ચાર પદેને એ અર્થ છે કે-જેવી રીતે કોઈ કારુણિક (દયાળુ) પુરુષ અનેક જાતના હિંસક પશુઓથી આકાંત મોટા જંગલમાં ચરેએ જેનું સર્વસ્વ હરી લીધું છે, અને જેને ભયસ્થાનમાં ફેંકવામાં આવ્યો છે, તેમજ તેની બન્ને આખે મજબૂત પટીથી બાંધીને કરવામાં આવી છે, એવા પુરુષને કરુણભાવથી તેને નિર્ભય બનાવનાર મીઠા મીઠા વચનથી ધીરજ આપે છે, આંખની પટી ખેલીને તેને દષ્ટિ આપે છે અને અંતે તેને રસ્તો બતાવીને નિરુપદ્રવ સ્થાનમાં પહોંચાડે છે, તેમજ પ્રભુ પણ અનેક જાતના કલેશ અને સત્તાપથી ઘેરાયેલા આ વિશાલ ભવારણ્યમાં કમરૂપી લુટારાઓ વડે જેનું સર્વસ્વરૂપ આત્મગુણ લુંટાઈ ગયું છે, તેમજ જેમના આન્તરજ્ઞાનરૂપ ચક્ષુઓ ઉપર મેહ (અજ્ઞાન)રૂપી પટી બાંધવામાં આવી છે, એવા ભવ્યજનને “હે ભવ્ય તમે મા બીશ, પોતાના આત્મસ્વરૂપને સમજે,” આ પ્રકારના વચનો વડે સંતુષ્ટ કરીને તેમને જ્ઞાનરૂપી ચક્ષુ અપને સમ્યગ્દર્શનાદિરૂપ મેક્ષમાર્ગને બતાવીને નિર્વાણરૂપ અભયસ્થાનમાં પહોંચાડે છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧