________________
અર્થની અપેક્ષાએ પણ આ બધી કળાઓ તેને સંભળાવી અને સમજાવી. તેમજ કળા પ્રગરૂપ કાર્ય દ્વારા આ બધી કળાઓ તેને સંભળાવી અને શિખવાડી. (તં નહ) બે તિર કળાએ આ પ્રમાણે છે ( જે ૨ જાવ, રૂ, ઢ, : નરું , गीय, ६, वाइय, ७ सरगयं ८, पोकग्वबरगयं, ९: समतालं. ७२सअण उयं) લેખકલા (૧) ગણિતકળા, (૨) મણિવસ્ત્ર વગેરેમાં ચિત્ર કોતરવાંરૂપ, રૂપકળા (૩) નાટયકળા અભિનય સહિત અથવા અભિનય વગર નાચવું, (૪) ગીતળા, (૫) વાજિંત્રકળા, વગેરેને સારી રીતે વગાડવાં (૬) સ્વરગતકળા-ગીતાના મૂળ કારણ ષડજ રાષભ વગેરે સ્વરેનું જ્ઞાન થવું (ભ) પુષ્કર ગતકળા-મૃદંગ બજેવવાનું સવિશેષ જ્ઞાન થવું. (૮) સમતાલકળા. ગીત વગેરેને પ્રમાણુકાળ સમ છે, વિષમ નહિ, એવું જ્ઞાન થવું, (૯) ધૃતકળા–જુગાર રમવામાં સવિશેષ નિપુણ થવું. (૧૦) જનવાદકળામાણસની સાથે વાદ-વિવાદ કે ચર્ચામાં હોંશિયાર થવું. (૧૧) પાકકળા–પાશા રમવામાં નિપુણ થવું (૧૨) અપ કળા–વિશેષ પ્રકારની હજુગારની રમત (૧૩) પુરઃ કાવ્યકળા-શીઘ્ર કવિ થવું (૧૪) દશમૃતિકા કળા-કુંભારની વિદ્યામાં નિપુણ થવું. (૧૫) અન્નવિધિકળા–અનાજ ઉપજાવવાની રીત જાણવી (૧૬) પાનવિધિ કળા--પેયપદાર્થ વિશે જાણવું (૧) વસ્ત્રવિધિકળા–વસ્ત્ર બનાવવા તેમજ તેને પહેરવાની રીત જાણવી (૧૮) વિલેપન વિધિકળા-ચંદન વગેરે લેપન પદાર્થોને લગાવવાની વિધિ જાણવી. (૧૯) આભરણ વિધિકળા-આભૂષણોને બનાવવા અને ધારણ કરવાની વિધિ જાણવી. (૨૦) શયનવિધિ કળા શય્યા પર્યક વગેરેની બાબતનું જ્ઞાન થવું, (૨૧) આયંકળઆર્યા છન્દને બનાવવાની રીતિ જાણવી એટલે કે માત્રાઓના મેળાપથી છંદ બનાવવાનું જ્ઞાન થવું (૨૨) પ્રહેલિકા-ગંભીર અર્થ ધરાવતી ગદ્ય-પદ્યની રચના કરવી (૨૩) માગધા–મગધદેશની ભાષામાં કવિતા કરવી (૨૪) ગાથા-સંસ્કૃત અથવા બીજી ભાષામાં રચિત “આર્યાને જ કલિંગ દેશ વગેરેના ભાષાઓમાં રચવા જેવા કવિત્વ બોધ થ (૨૫), ગીતિકા, પૂર્વાર્ધની જેમ ઉત્તરાર્ધ લક્ષણરૂપ ગાથા રચવી, (૨૬), ફ્લેક-અનુષ્ટ્રપ વગેરે ઇન્દ રચના કરવી, (૨૭), હિરણ્ય મુક્તિ-ચાંદી બનાવવાની વિધિ જાણવી (૨૯), સુવર્ણ મુક્તિ સુવાસિત કાષ્ઠ વગેરેને ભૂકો બનાવીને તેમાં જુદા જુદા પદાર્થોના મિશ્રણની રીત જાણવી (૩૦), તરુણી પરિકર્મ જવાન સ્ત્રીઓના રૂપ સૌંદર્ય ને વૃદ્ધિ પમાડવાની કળા જાણવી (૩૧), સ્ત્રી લક્ષણ-સ્ત્રીઓના સામુદ્રિક શાસ્ત્રમાં કહેલાં લક્ષણેનું જ્ઞાન થવું. (૩૨), પુરૂષ લક્ષણ-સામુદ્રિક શાસ્ત્ર મુજબ ઉત્તમ મધ્યમ વગેરે પુરુષોના લક્ષણો જાણવા (૩૩) હેય લક્ષણ-ઘોડાની લાંબી ડોક વગેરેના દીર્ઘત્વ વગેરે લક્ષણો જાણવાં (૩૪) ગજલક્ષણ હાથી વગેરેના દીર્ધત્વ વગેરે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૦૧