SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જે ૨૬ છવીસ ભેગો થાય છે, તે ભંગી શાલી વિગેરેના મૂલના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યા છે, તે જ પ્રમાણે અહિયાં પણ સમજવા દષ્ટિથી લઈને ઇન્દ્રિય સુધીનું બધું કથન અગિયારમાં શતકના પહેલા ઉ૫લ ઉદેશાના કથન પ્રમાણે જ સમજી લેવું. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કેહે ભગવન કલાય વિગેરેના મૂળમાં રહેલા કાળની અપેક્ષાએ ત્યાં કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! જઘન્યથી તે અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. હે ભગવન તે કલાય વિગેરેના મૂળમાં રહેલા જીવો ત્યાંથી મરીને જે પૃથ્વી વિગેરે અન્ય ગતિમાં ઉત્પન્ન થઈ જાય છે, અને પછી ત્યાંથી મારીને ફરીને કલાય વિગેરના મૂળમાં ઉત્પન્ન થઈ જાય છે, તે પછી તેઓ ત્યાં કેટલા સમય સુધી રહે છે ? અને ગમનાગમન-અવર જવર કરે છે ? એજ રીતે પૃથ્વી કાયથી લઈને મનુષ્ય સુધીની પર્યાયમાં તેઓનું આવવું અને પાછા ત્યાંથી મરીને ફરીને કલાય વિગેરેના મૂળના છવરૂપે ઉત્પનન થવું અને ત્યાં ઉત્પન થઈને કલાય વિગેરેના મૂળના જીવરૂપે રહેવું અને એ રીતે ગમનાગમન-અવર જવર કરવી વિગેરે પ્રશ્ન રૂપે કહીને જે પ્રમાણે શાલી વિગેરે પ્રકરણમાં આ વિષયમાં કહેવામાં આવ્યું છે, તેજ પ્રમાણેને ઉત્તર અહિંયાં આના સંબંધમાં પણ સમજી લે. તેઓને જે આહાર હોય છે, તે દ્રશ્વની અપેક્ષાએ અનન્ત પ્રદેશવાળા દ્રવ્યાત્મક-દ્રવ્યરૂપ હોય છે, આ વિષયનું કથન પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ અઠયાવીસમાં આહાર પદના પહેલા ઉદેશામાં કહેલ વનસ્પતિના આ હાર પ્રકરણની જેમજ સમજી લેવું. તેમની સ્થિતિ જઘન્યથી એક અતર્મુહૂર્ત સુધીની હોય છે, અને ઉત્કટથી બે વર્ષથી લઈને ૯ નવ વર્ષ સુધીની હોય છે, કષાય વેદના અને મારસ્થાનિક આ ત્રણ સમુદ્દઘાતો હોય છે. આ છો મારણાનિક સમુદઘાતથી શ્વમવહત-સમુદુઘાતવાળા થઈને પણ મરે છે, અને અસમવહત-સમુદુઘાત કર્યા વિના પણ મરે છે, કલાય વિગેરેના મૂળથી નીકળેલા તે જીવો તિય" અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. હે ભગવદ્ સમસ્ત પ્રાણુ, સઘળા ભૂત, સઘળા જીવો સઘળા સત્ય શું પહેલા ત્યાં ઉત્પન્ન થયા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! સઘળા પ્રાણુ, સઘળા ભૂલ, સઘળા જીવો અને સઘળા સો અનન્તવાર ત્યાં ઉત્પન્ન થઈ ચૂક્યા હોય છે, આ પ્રમાણે શાલિ પ્રકરણના મૂળ સંબંધી ઉદ્દેશા પ્રમાણે કલાય સંબંધી મૂલે દેશક પણ સમજી લેવો. એજ રીતે કન્દ, રકંધ, છાલ, શાખા-ડાળ પ્રવાલ-કૂંપળ અને પત્ર-પાન અહિ સુધીના ઉદ્દેશાઓ પણ સમજી લેવા. અને એજ રીતે આઠમો જે પુષ્ય નામનો ઉદ્દેશ છે, તે પણ તેજ પ્રમાણે સમજ. મૂલેદ્દેશકની અપેક્ષાએ પુષ્પદેશકમાં ચાર લેશ્યાઓ કહેવામાં આવેલ છે. અહિયાં તેના ૮૦ એંસી ભેગો થાય છે. તથા મૂદ્દેશકમાં ૨૬ છવીસ લંગો કહ્યા છે. જઘન્ય અવગાહના એક આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ અને શ્રી ભગવતી સૂત્રઃ ૧૪ ૭પ
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy