________________
જંકી પાઠા-કુમાર પાઠા-મૃગવાલુંકી, મધુરરસ, રજવલી મોઢરી, દતી, અને ચંડી જે આ સાધારણ અને બાદર વનસ્પતિકાયિકે છે, તેઓના મૂળ રૂપથી જે જીવ ઉત્પન્ન થાય છે, તેઓ ત્યાં કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે-“gs પર રિ મૂછાણીયા રણ ૩ સુવારિતા” હે ગૌતમ ! આલુક વર્ગમાં કહ્યા પ્રમાણે અહિંયા પણ મૂળ વિગેરે દસ ઉદ્દેશાઓ સમજવા. અર્થાત્ આલુક વર્ગમાં જે પ્રમાણે મૂળ, કંદ, સ્કંધ, ત્વચા-છાલ, વિગેરે સંબંધી દસ ઉદ્દેશાએ કહ્યા છે, એજ રીતે મૂળ, કંદ, ધ, ત્વચા, વિગેરે સંબંધી દસ દેશાઓ આ વર્ગમાં પણ સમજવા. આ રીતે શાલીવર્ગના બહાનાથી કહેલા આલુક વર્ગમાં વંશવર્ગને અતિદેશ (બહાનું) કહેલ છે. તથા શાલીવર્ગમાં પુષ્પ વિગેરેમાં દેવની ઉત્પત્તિ કહી છે, પરંતુ વંશવર્ગમાં તે કઈ પણ સ્થળે દેવેની ઉત્પત્તિ કહી નથી તેથી પાઠા વર્ગમાં પણ એજ પ્રમાણે કહેવું જોઈએ કે- દેવેની ઉત્પત્તિ કયાંય થતી નથી. એજ રીતે લેશ્યા વિગેરે સઘળા દ્વારા પણ શાલીવર્ગ પ્રમાણે કહેવા જોઈએ. પાઠા, મૃગવાલુંકી વિગેરે વનસ્પતિકાયિક જીવોને કે જેઓ તેઓના મૂળ વિગેરે રૂપથી ઉત્પન્ન થયા હોય છે. તેઓને કૃષ્ણાદિ ત્રણ જ લેશ્યાઓ હોય છે. કેમકે તેમાં દેવેની ઉત્પત્તિ થતી નથી આલુક વર્ગની અપેક્ષાએ જે ફેરફાર છે, તે સ્વયં સૂત્રકારે “નવર’ વિગેરે પાઠ દ્વારા આ રીતે બતાવેલ છે, કે“અવગાહના દ્વારનું કથન અહીયાં “વલલી'ના કથન પ્રમાણે કરવું જોઈએફળાદેશામાં અવગાહના જઘન્યથી આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણુની કહી છે. અને ઉત્કૃષ્ટથી ધનુ પૃથકૃત્વની કહી છે, “હે તે રે’ આ ઉપર કહેલ ફેરફાર શિવાય બાકીનું તમામ કથન અહિંયાં આલુક વર્ગ પ્રમાણે જ કહેવાનું છે. આલુક વર્ગમાં સ્થિતિના સંબંધમાં એવું કહ્યું છે કે-સ્થિતિ અહિયાં જઘન્યથી અન્તર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્તની છે. એજ રીતે તે પ્રમાણેની સ્થિતિ અહિંયા પણ સમજવી.
રેવ મંતે ! તેવું મારે” હે ભગવદ્ પાઠા મૃગવાલુંકી વિગેરે વનસ્પતિના મૂળ વિગેરે રૂપથી ઉત્પન્ન થનાર જીવેના ઉત્પાદ–ઉત્પત્તિ વિગેરે વિષયમાં આપ દેવાનુપ્રિયે જે કહ્યું છે, તે સર્વથા સત્ય છે, આપનું કથન યથાર્થ જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાને સ્થાને બિરાજમાન થયા. સૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ત્રેવીસમા શતકને ચે વર્ગ સમાપ્ત ૨૩-કા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૦૦