SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્નકે સ્વરૂપકા નિરૂપણ છઠા ઉદ્દેશાનો પ્રારંભ સેળમા શતકના પાંચમાં ઉદ્દેશામાં ગંગદર દેવને સિદ્ધિ પ્રાપ્ત થઈ તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એવી રીતની સિદ્ધિની કેટલાક ભવ્ય જીને સ્વપ્ન દ્વારા પણ જાણ થાય છે. જેથી આ અધ્યયન દ્વારા સૂત્રકાર સ્વપ્નના સ્વરૂપનું નિરૂપણ કરશે. આ સંબંધને લઈને આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. તેનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે. “વિ દે મને ! સુવિઘણને ઘનત્તે? ઈત્યાદિ!” ટીકાઈ–આ સૂત્ર દ્વારા સૂત્રકારે સ્વપ્ન દર્શન વિષયમાં પ્રશ્નોત્તર રૂપથી કથન કર્યું છે. આ વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રમાણે પૂછે છે કે “નિદે ળ મતે ! કુરિવાર વન” હે ભગવન ! સ્વપ્ન દર્શન કેટલા પ્રકારના કહ્યા છે? સુપ્ત અવસ્થામાં કઈપણ અર્થના વિકલ્પને અનુભવ કરે તેનું નામ સ્વપ્ન છે અને સુપ્ત જાગ્રત અવસ્થામાં જે કોઈ પણ પદાર્થ સંબંધી વિક૯પને અનુભવ થાય છે. તેનું નામ સ્વપ્ન દર્શન છે. આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર પ્રભુ કહે છે કે, “ોચના! વંકિ gવળાવંસળે ” હે ગૌતમ! સ્વપ્ન દર્શન પાંચ પ્રકારના કહ્યા છે. સ્વપ્નના ભેદથી સ્વપ્ન પાંચ પ્રકારના થાય છે. “તેં કહ” તે ભેદ આ પ્રમાણે છે. “ખાતર, જવાળેર, ચિંતાણુવિછેરૂ, વિપરીu૪, બવાળવ યથાતથ્ય જે પદાર્થ જે રીતે હોય તેનું તે જ રીતનું હોવું તેનું નામ યથાતથ્ય છે. આ યથાતથ્ય સ્વપ્ન યથાર્થ વસ્તુને પ્રાપ્ત કરાવનાર હોય છે. એવું યથાતથ્ય વM દૃષ્ટાથવિસંવાદી અને ફલાવિસંવાદીના ભેદથી બે પ્રકારનું છે. જે પુરૂષ જેવું સ્વપ્ન જુએ છે-જેમકે કોઈ પુરૂષે એવું સ્વપ્ન જોયું કે મને કઈ પુરૂ હાથમાં મહેરો વિગેરે પદાર્થ આપે છે. તે પછી તે પુરૂષ જ્યારે જાગી જાય છે તે સવપ્નમાં જેયા પ્રમાણે પિતાના હાથમાં મહેને જુએ છે. આ પ્રકારનું જે સ્વપ્ન છે તે યથાતથ્ય સ્વપ્નને પહેલે ભેદ છે. કેઈ પુરૂષ પોતાને સ્વપ્નમાં હાથી ઉપર ચડેલો જુએ અને તે સ્વપ્નના ફલાદેશ અનુસાર તે પુરૂષ કાલાંતરમાં સંપત્તિ મેળવે છે તે યથાતથ્ય સ્વપ્નને બીજો ભેદ છે, જેમ કહ્યું છે કે–“રોદ્રા ચ=” યથાતથ્ય સ્વપ્નના આ બે ભેદમાં એટલું અંતર છે કે પહેલો ભેદ જોએલી વસ્ત પ્રાપ્ત કરાવે છે, અને બીજે ભેદ જેએલી વસ્તુના ફળને પ્રાપ્ત કરાવે છે. “” પ્રતાના વતન-વિસ્તારવાળા સ્વપ્નનું નામ પ્રતાના સ્વપ્ન છે, આ સ્વપ્ન લાંબા કાળ સુધી રહેનારું હોય છે, આ પ્રતાનસ્વપ્ન સાચું પણ હોય છે. અને ખેટ પણ હોય છે યથાતથ્ય સ્વમ કરતાં આ સ્વમમાં દિર્ઘકાળ રહેવું એટલી વિશેષતા છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૫૮
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy