SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમાપ્રથમત્વ મેં આહારદ્વારકા નિરૂપણ બીજુ આહારક દ્વાર-- હવે બીજા આહારકભાવ દ્વારને આશ્રય કરીને પ્રથમત્વ અને અપ્રથમત્વને વિચાર કરવામાં આવે છે--તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે--“માd i મતે ! નીવે કારમાં જે પદ અપ ” હે ભગવદ્ આહારક સ્વરૂપથી જીવ પ્રથમ છે? કે અપ્રથમ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જોગમા! તો પરમે અપને! ” હે ગૌતમ ! આહારક સ્વરૂપથી જીવ પ્રથમ નથી પણ અપ્રથમ છે તેનું કારણ એવું છે કે તેની આ આહારકપણાની અવસ્થાને પ્રારંભ આજથી થયે નથી. તેની આ અવસ્થા તે અનાદિ કાળથી જ તેની સાથે ચાલી આવે છે “g માળિg” એજ રીતે આહારકપણાના અપ્રથમપણાનું કથન નૈરયિકાથી આરંભીને વૈમાનિક જીવ સુધીમાં પ્રત્યેકમાં કરી લેવું. કેમ કે–તેઓમાં પણ તે અનાદિપણાથી પ્રાપ્ત થયેલ છે. આ રીતે એક વચનને લઈને જે પ્રમાણે આહારકપણાના વિષયમાં આ પ્રથમઅપ્રથમપણુને દંડક કહ્યો છે. એજ રીતને દંડક બહુવચનને આશ્રય કરીને પણ તેઓના સંબંધમાં કરી લે. અર્થાત્ આહારકપણાની અપેક્ષાએ જે કઈ નરયિક જીવ હેય ત્યાંથી આરંભીને વૈમાનિક સુધીના જેવો છે તે સઘળ ભાવની અપેક્ષાથી અપ્રથમ છે તેમાં એક પણ પ્રથમ નથી. કેમ કે તે આહારકપણાને ભાવ તેઓમાં અનાદિકાળથી જ પ્રાપ્ત થયેલ છે. એજ વાત “હરિઘ ઇ રેવ” આ અતિદેશ વાકયથી પ્રભુએ પ્રગટ કરી છે, અહિયાં ગૌતમસ્વામીએ આ આહારક દ્વારમાં સિદ્ધપણાના પ્રથમત્વ -અપથમ સંબંધી પ્રશ્ન કરેલ નથી તેનું કારણ એવું છે કે સિદ્ધ જીવમાં આહારકપણાને હંમેશાં અભાવ છે. આ આહારકત્વ દશા સંસારી જીવોમાં જ થાય છે. સંસારાતીત થઈ જાય ત્યારે આ અવસ્થા રહેતી નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૬૭
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy