SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યો છે. તેમજ પ્રાંજલિપુટ સુધીના વિશેષણવાળા ગૌતમ સ્વામીએ રાજગૃહ નગરની ગુણશિલક ઐયમાં પધારેલા ભગવાન મહાવીર રામને આ પ્રમાણે પૂછયું. પહેલા ઉદ્દેશામાં આ પ્રશ્ન દ્વારા જે પૂછવામાં આવ્યું છે. તે અર્થને સંગ્રહ કરીને બતાવવાવાળી “જીવાણા' ઈત્યાદિ ગાથા છે. તેમાં જીવ એક, આહારક (૨), ભવ (૩), સિદ્ધિ (૪), સંજ્ઞિ (૫), લેસ્થા (૬), દષ્ટિ (૭), સયત (૮), કશાય (૯), જ્ઞાન, (૧૦), યોગ (૧૧), ઉપગ, (૧૨), વેદ (૧૩), ને શરીરપર્યાપ્તિ (૧૪). આ ચૌદ વાર તે ઉપરોક્ત ગાથા દ્વારા કહેવામાં આવ્યા છે. આ ચૌદ દ્વારમાં વીસ દંડકેને લઈને અને સિદ્ધોમાં વીસ દંડકોને લઈને અને સિદ્ધોને લઈને પ્રથમ અને અપ્રથમ વિગેરે ભાવને વિચાર કર. વામાં આવશે આ ચૌદ દ્વારને અર્થ જ્યારે જ્યારે તે તે ઉદેશાઓના અર્થ કહેવામાં આવશે ત્યારે ત્યારે સ્વયં સમજવામાં આવશે. તેથી સ્વતંત્ર રૂપથી તેના અર્થનું વિવેચન અહિં કરવામાં આવતું નથી. પહેલું જીવદ્વારહવે સૂત્રકાર છવદ્વારનું કથન કરવા માટે “જીવે અંતે! ઈત્યાદિ સૂત્ર કહે છે–આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે હે ભગવાન જીવપણાની અપેક્ષાએ જીવે પ્રથમ છે? કે અપ્રથમ છે? આ કથનનું તાત્પર્ય એ છે કે-જીવે જે જીવપણું પ્રાપ્ત કર્યું છે. તે પહેલાં પોતાનામાં અવિદ્યમાન હતું અને હવે પ્રાપ્ત કર્યું છે ? કે અનાદિકાળથી જ જીવપણું રહેલું છે, અને તે જીવપણારૂપ આ જીવ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ મા ! નો પક્રમે અપઢ” હે ગૌતમ ! જીવ ભાવપણાથી આ જીવ પ્રથમ નથી પરત અપ્રથમ છે. એટલે કે અનાદિકાળથી જ આછવ જીવત્વરૂપ દર્શાવવાળો બને છે. આ જીવે જીવત્વ ભાવને પહેલાં પ્રાપ્ત કર્યો ન હોય અને હમણાં તે પ્રાપ્ત કર્યો હોય. તેવું નથી. તેથી તે જીવભાવની અપેક્ષાએ પ્રથમ નથી. પરંતુ અપ્રથમ જ છે જે જીવ પહેલાં પ્રાપ્ત ન કરેલ જીવપણુને પ્રાપ્ત કરે છે, તે ભાવની અપેક્ષથી તે જીવ પ્રથમ કહેવામાં આવે છે. જેમ સિદ્ધત્વભાવની અપેક્ષાથી સિદ્ધ પ્રથમ કહેવાય છે. કેમકે જીવે હજી સુધી સિદ્ધ અવસ્થા મેળવી નથી અર્થાત જીવે જ્યારે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી–તે પહેલાં તે અવસ્થા તેણે કઈ વખતે પણ પ્રાપ્ત કરેલ નથી. તેથી સર્વ પ્રથમ તે અવસ્થા તેને પ્રાપ્ત થઈ છે. તેથી તે અપે. ક્ષાએ સિદ્ધિ પ્રથમ છે. જે જીવ જીવભાવને પહેલાં પ્રાપ્ત કરી ચુકેલ હોય છે તે ભાવની અપેક્ષાથી તે જીવ અપ્રથમ કહેવાય છે જેમ કે જીવત્વ-જીવ. પણ અનાદિકાળથી જ જીવને પ્રાપ્ત થયેલ છે. તેથી જીવપણાની અપેક્ષા એ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૬૫
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy