________________
પર્શેન્દ્રિયને કહેવાને ભાવ એ છે કે ભવપ્રત્યક બને ક્ષાપશમિક ના ભેદથી આ અવધિજ્ઞાન બે પ્રકારના કહ્યું છે દેવ અને નારકિયેનું અવધિજ્ઞાન ભવપ્રત્યક છે. અને મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચાને થવા વાળું અવધિજ્ઞાન લાયે પશમિક છે. આ વિષયમાં વિશેષ જાણવાની ઇચ્છા વાળાએ પ્રજ્ઞાપના સૂત્ર ૪૩ મું પદ જોઈ લેવું. “ તે ! તેવું મને ! ઉત્ત નવ વિહાર” હે ભગવન! આપ દેવાનુપ્રિયે અવધિજ્ઞાનના વિષયમાં જે આ વર્ણન કર્યું છે. તે સર્વથા સત્ય છે. હે ભગવન! આપે કહેલું આ સઘળું કથન દરેક રીતે સાચું જ છે. કેમ કે જેને રાગાદિક સઘળા દેશે દૂર થઈ ચૂક્યા છે. તેવા તિર્થંકરોના વચન અસત્ય હતા જ નથી. એટલે કે દરેક રીતે સત્ય જ હોય છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. એ સૂત્ર ૧ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સેળમા શતકને દસમે ઉદ્દેશ સમાપ્ત ૧૬-૧ના
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૯19