________________
(૧૧) વ્યાકૃતા–લેક પ્રસિદ્ધ શબ્દાર્થવાળી ભાષા. જેમ કે “ઘડે, વ ” અથવા પ્રકટ અર્થવાળી ભાષા. જેમ કે “અહિંસા સર્વકલ્યાણકારી છે.”
(૧૨) અવ્યાકૃતા-ગંભીર શબ્દાર્થવાળી ભાષા જેમ કે “સંતરા મા હ્યાવં પ્રતિક્રમણ ર્મળા” અહીં જે એ અર્થ કરવામાં આવે કે પ્રતિકમણ રૂવ કર્મ કરવાથી સંયતને ઘણું જ ભારે પાપ લાગે છે, તો તે વાત સિદ્ધાન્તની વિરૂદ્ધ લાગે છે. પણ અહીં “ચ” પદને બીજા પુરુષ એક વચનની ક્રિયાને રૂપે અને “ સંયત પદને સંબોધન વિભક્તિમાં વાપરીને તેના ગૂઢ અર્થને આ પ્રમાણે પ્રકટ કરી શકાય–“હે સંયત! તું પ્રતિક્રમણ કર્મ દ્વારા તારાં પાપ કર્મોને નષ્ટ કરી નાખ.” આ પ્રકારની ગૂઢ અર્થ યુક્ત ભાષાને અવ્યાકૃતા કહે છે. તેનો અર્થ એકદમ નક્કી થતો નથી. અથવા અવ્યક્ત અક્ષરોવાળી જે ભાષા બેલાય છે, તે ભાષાને અવ્યાકૃત ભાષા કહે છે. જેમ કે બાળકેની તેતડી બેલી.
આ પ્રમાણે બને ગાથાઓના અર્થનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર આ સૂત્રને ઉપસંહાર કરતા કહે છે કે આ ભાષા પ્રજ્ઞાપની છે–જેમાં અર્થ પ્રકટ કરવામાં આવે એવી અર્થને સ્પષ્ટ કરનારી છે.
ત્યારે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે શું પૂર્વોક્ત ભાષા અસત્યા નથી? પ્રશ્નકર્તાના પ્રશ્ન પાછળને ભાવ એ છે કે “ આશ્રય કરીશ” ઈત્યાદિ રૂપ જે ભાષા છે તે ભવિષ્યકાળને વિષય કરનારી છે–ભવિષ્ય કાળની અપેક્ષાએ તેમાં કઈક કહેવામાં આવેલ છે. વચ્ચે વિધ્ર આવી પડવાની શક્યતા હોવાથી તે વિસંવાદિની પણ હોઈ શકે છે. તથા તે ભાષાનો પ્રયોગ કરનાર પિતાને માટે જ્યારે બહુવચનનો પ્રયોગ કરે છે ત્યારે એકાÁ વિષય વાળી હોવા છતાં તે બહુવચનાન્ત રૂપે બેલવામાં આવે છે, તે કારણે તે અયથાર્થ જ છે. તથા આમંત્રણ આદિ જે ભાષાઓ છે તે વિધિપ્રતિષથી રહિત હોવાથી સત્ય ભાષાની જેમ અર્થમાં નિયત નથી પણ અવ્યસ્થિત જ છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવાથી તે ભાષા બોલવી જોઈએ, કે ન બેલવી જોઈએ—એ ગૌતમ સ્વામીના પ્રશ્ન પાછળનો આશય છે.
મહાવીર પ્રભુનો ઉતર–“દંતા, ચમત ! મારૂાનો તે વેવ વાવ gar મન નોr” હે ગૌતમ! હું આશ્રય કરીશ, સૂઈશ, ઊભું થઈશ, બેસીશ, પડ્યો રહીશ” ઈત્યાદિ રૂપ જે ભવિષ્યકાળ વિષયક ભાષા છે, તે પ્રજ્ઞાપની ભાષા છે. તે ભાષા અસત્ય નથી. તથા “આદિગ્રામઃ” ઈત્યાદિ ભાષા વર્તમાનના
ગની અપેક્ષાએ અનવધારણરૂપ છે, છતાં પણ “આશ્રય કરીશ” ઈત્યાદિરૂપ વિક૯૫ ગર્ભવાળી છે. તે કારણે તથા ગુરુ અથવા પોતે એક હેવા છતાં બહ વચનને પ્રયોગ યોગ્ય (અનુમત-સ્વીકાર્ય) માનેલ હોવાથી તે ભાષાને પ્રજ્ઞાપની -અર્થાખ્યાયિકા પિતાના વાગ્યાર્થીને પ્રકટ કરનારી કહેલ છે. તથા આમંત્રિણી આદિ જે ભાષા છે તે જે વસ્તુનું વિધાન કરતી નથી અને તેને પ્રતિષેધ પણ કરતી નથી, છતાં પણ તે નિરવદ્ય (નિર્દોષ) પુરુષાર્થ સાધક હોય છે. તેથી તે પણ પ્રજ્ઞાપિની જ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯
૩૧.