________________
કાર્યમાં પ્રવૃત્ત કરનારી હોવાથી અને અષ્ટ વિવક્ષાને તેમાં સદુભાવ હેવાથી અસત્યામૃષારૂપ જ છે યાચની ભાષા–“ભિક્ષા દે” ઈત્યાદિ યાચના ભાવયુક્ત ભાષાને યાચની ભાષા કહે છે. (૪) પુછણ ભાષા-પ્રચ્છની ભાષા–અવિજ્ઞાત અથવા સંદિગ્ધ અર્થ પૂછવા નિમિત્તે જે ભાષાનો ઉપયોગ થાય છે તે ભાષાને પુછણીભાષા કહે છે. જેમકે “આ વાત કેવી રીતે બની શકે ?”
(૫) Tomanી-પ્રજ્ઞાપની ભાષા-શિષ્યને ઉપદેશ દેવારૂપ ભાષા જેમ કે“હિંસા કરનાર જીવ અનંત દુઃખને પાત્ર બને છે” અથવા “પ્રાણિવધને પરિત્યાગ કરનાર જીવ ભવભવમાં દીર્ઘ આયુવાળે અને નીરોગી બને છે.” “Giળવાળો' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા આ વાત જ વ્યક્ત થઈ છે.
(૬) પાળી–પ્રત્યાખ્યાની ભાષા-માગનારને તેમ કરતે અટકાવવા માટે જે પ્રતિષેધવચનરૂપ ભાષાને પ્રોગ થાય છે, તેને પ્રત્યાખ્યાની ભાષા કહે છે. જેમકે મર્યાદાથી અધિક વસ, પાત્ર આદિ લેનાર શિષ્યને ગુરુ આ પ્રમાણે કહે છે-“સાધુઓએ અધિક વસ્ત્ર અને પાત્ર રાખવાં જોઈએ નહી ”
(૭) ઈચછાનુલેમા–પ્રતિપાદન કરનારની ઈચ્છાને અનુકૂળ થઈ પડે એવી ભાષા જેમ કે શુભ કાર્ય કરવાને પ્રવૃત્ત થયેલ વ્યક્તિને આ પ્રમાણે કહેવું
હા, એવું જ કરો, મને પણ તે બહુ ઈષ્ટ લાગે છે.” કઈ શભ કાર્યની શરૂઆત કરતી વખતે કોઈ આપણને આ પ્રકારને પ્રશ્ન પૂછે છે કે “સાધની સેવા કરૂ?” તે એ જવાબ આપ કે “હા, કરે, મને પણ તે કરવા ગ્ય લાગે છે.” કઈ પૂછે કે દીક્ષા અંગીકાર કરૂં?” તે કહેવું કે હા, ભાઈ જરૂર દીક્ષા અંગીકાર કરો” આ પ્રકારની વક્તાને અનુકૂળ એવી જે ભાષા તેને ઇચ્છાનુલેમા ભાષા કહે છે. પહેલી ગાથા દ્વારા આ સાત પ્રકારની ભાષાઓ પ્રકટ કરવામાં આવી છે. બીજી ગાથા દ્વારા અનભિગૃહીત આદિ ભાષાઓને પ્રકટ કરવામાં આવેલ છે–
(૮) અનભિગૃહીત ભાષા–અર્થ ગ્રહણ કર્યા વિના બેલાતી ભાષા જેમકે “ડિથ ડવિથ આદિ અર્થહીન બાલવું. અથવા જે ભાષામાં કઈ ચોક્કસ અર્થને બાધ ન થાય એવી ભાષાને અનભિગૃહીથી ભાષા કહે છે. જેમ કે અનેક કાર્ય કરવાના હોય ત્યારે કંઈ આપણને એ પ્રશ્ન કરે કે હું અત્યારે શું કરું ?” તેને જે એમ કહેવામાં આવે કે “તમને રુચે તેમ કરે છે તે પ્રકારની ભાષાને અનભિગૃહીત ભાષા કહે છે.
(૯) અભિગૃહીત–ચક્કસ અર્થ વ્યક્ત કરતી ભાષા જેમકે-“આ વસ્ત્ર, પાત્ર આદિ ધર્મના ઉપકરણ છે.” અથવા “અત્યારે તમે આમ કરે, અત્યારે આમ કરવું જોઈએ નહીં” આ અભિગૃહીત ભાષાના નમુના છે.
(૧૦) સંશયકરણી-સંશય ઉત્પન્ન કરનારી ભાષા. અનેક અર્થોને કહેનારી હેવાથી સામા માણસના મનમાં શંકા ઉત્પન્ન કરનારી ભાષા. જેમકે સેન્ડવ” શબ્દ પુરુષ, અશ્વ અને લસણ (મીઠું)ને વાચક છે. “હરિ' શબ્દ વિગણ, વાનર, સિંહ આદિ ૨૧ પ્રકારના અર્થ પ્રકટ કરે છે. આ પ્રકારના શબ્દોને પ્રયોગ કરીને સામેની વ્યક્તિના દિલમાં સંશય ઉત્પન્ન થાય એવી જે ભાષા બોલવામાં આવે છે તે ભાષાને સંશયકરણ ભાષા કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯