________________
જોઈએ. “સર્વ પ્રાણ સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સરવ શાકમૂળાદિ રૂપે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યાં હોય છે” આ સૂત્રપાઠ પર્યન્તનું કથન અહી ગ્રહણ કરવું જોઈએ. “નવર સપોrigor Thi frણ કરંજ્ઞરૂમ ાં, કોળે ધણુપુતૂ, સં વેવ” પરંતુ ઉત્પલ જીવ સંબંધી વક્તવ્યતા કરતાં શાક જીવ સંબંધી વક્તવ્યતામાં ફક્ત શરીરની ઉત્કૃષ્ટ અવગાહનાના પ્રમાણ પુરતું જ અન્તર છે. ઉપલજીવના શરીરની ઓછામાં ઓછી અવગાહના પણ આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને શાલક જીવેની શરીરની ઓછામાં ઓછી અવગાહના પણ આંગળના અસં.
ખ્યાતમાં ભાગ પ્રમાણે છે. પરંતુ ઉત્પલ જીના શરીરની વધારેમાં વધારે અવગાહના એક હજાર એજન કરતાં થોડી અધિક છે. ત્યારે શાલકના જીવને શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ધનુષપૃથકત્વ પ્રમાણ (બેથી લઈને નવધનુષ પ્રમાણ) કહી છે. બાકીનું સમસ્ત કથન ઉત્પલ જીવના કથન અનુસાર જ સમજવું.
“રેવં મરે સેવં મરેરિ?' ગૌતમ સ્વામી ભગવાનનાં વચનને પ્રમાશુભૂત ગણીને કહે છે કે “હે ભગવન ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય છે. હે ભગવન! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા છે. સૂ૦૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના અગિયારમા શતકને બીજો ઉદ્દેશક સમાપ્ત ૧૧-રા
શ્રી ભગવતી સૂત્ર : ૯