________________
પ્રથમ વિયોગ છે તેમાં “એક, એક અને સંખ્યાને ” પહેલે વિકલ્પ છે. તેમાં પ્રથમ પૃથ્વીમાં એક જ અને ત્રીજી પૃથ્વીમાં સંખ્યાત પદને જ કાયમ રાખીને બીજી પૃથ્વીમાં અનુક્રમે ૨ થી ૧૦ પર્યતની સંખ્યાને અને સંખ્યાત પદને પેગ કરવાથી પહેલા વિકલ્પ સાથે ગણતા કુલ ૧૧ વિક૯૫ થાય છે. ત્યારબાદ બીજી અને ત્રીજી પૃથ્વીમાં સંખ્યાત પદ અને પ્રથમ પૃથ્વીમાં બેથી લઈને સંખ્યા પદ પર્યન્તના પદને સંચાર કરવાથી ૧૦ વિકલ્પ બને છે. ઉપર્યુક્ત અને પ્રકારના વિકલપને સરવાળે કરવાથી કુલ ૨૧ એકવીસ વિકલ્પ થાય છે.
આ પ્રમાણે તે ૨૧ વિકલપ બને છે આ ૨૧ વિકલ્પની સાથે નરક પૃથ્વીઓના ત્રિકસાયેગી ૩૫ ભંગેને ગુણાકાર કરવાથી કુલ ૭૩૫ ત્રિકસંગી ભંગ થાય છે. આ પૂર્વોક્ત કોષ્ટક (કઠા) થી એ સ્પષ્ટ થઈ જાય છે કે સંખ્યાત નારકના ત્રિકસંગમાં ૨૧ વિકલ્પ થાય છે. તે વિકલ્પ આ પ્રમાણે સમજવા-(૧) એક-એક–સંખ્યાતને, (૨) એક–સંખ્યાતને, (૩) એકત્રણ સંખ્યાતને, (૪) એક–ચાર–સંખ્યાતને, (૫) એક–પાંચ-સંખ્યાતને, (૬) એક-છ-સંખ્યાતને, (૭) એક-સાત-સંખ્યાતને, (૮) એક-આઠ-સંખ્યાતને, (ઈ એકનવ-સંખ્યાતને, (૧૦) એક-દસ-સંખ્યાતને, (૧૧) એકસંખ્યાત અને સંખ્યાતને, (૧૨) બેસંખ્યાત–સંખ્યાતને, (૧૩) ત્રણ–સંખ્યાત સંખ્યાતને, (૧૪) ચાર-સંખ્યાત-સંખ્યાતને, (૧૫) પાંચ-સંખ્યાત-સંખ્યાતને, (૧૬) છ-સંખ્યાત-સંખ્યાતને, (૧૭) સાત-સંખ્યાત-સંખ્યાતને, (૧૮) આઠ–સંખ્યાત–સંખ્યાતને, (૧૯) નવ–સંખ્યાત-સંખ્યાતને, (૨૦) દસસંખ્યાત-સંખ્યાતને, અને (૨૧) સંખ્યાત, સંખ્યાત અને સંખ્યાને જેમકે....
(૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે ત્રીજા પદમાં પંકપ્રભા આદિ પૃથ્વીઓને યોગ કરવાથી પ ભંગ બને છે. એ જ પ્રમાણે બીજું પદ શર્કરાને બદલે વાલુકાપ્રભા મૂકીને ત્રીજા પદમાં પંકપ્રભાદિને એગ કરવાથી ૪ ભંગ બને છે. બીજા પદમાં વાલુકાપ્રભાની જગ્યાએ પંકપ્રભા મૂકીને ત્રીજા પદમાં ધૂમપ્રભાદિને વૈગ કરવાથી ૩ ભંગ બને છે. ત્યાર બાદ બીજા પદમાં પંકપ્રભાને બદલે ધૂમપ્રભા રાખીને ત્રીજા પદમાં તમ પ્રભા આદિનોગ કરવાથી એ ભંગ બને છે. ત્યારબાદ બીજા પદમાં ધૂમપ્રભાને બદલે તમ પ્રભા રાખીને ત્રીજા પદમાં અધઃસપ્તમીને યોગ કરવાથી ૧ ભંગ બને છે. આ રીતે રત્નપ્રભામાં ૧ સંખ્યાના નિવેશનથી પ+૪+૩+૨+૧=૧૫ ભંગ બને છે. એ જ પ્રમાણે શર્કરપ્રભાની પ્રધાનતાવાળા ૧૦ ભંગ વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૬ ભંગ, પંકપ્રભાની પ્રધાનતાવાળા ૩ ભંગ અને ધૂમાપભાની પ્રધાનતાવાળો ૧ ભંગ
શ્રી ભગવતી સૂત્ર : ૮