________________
સંખ્યાત નારકના એકત્વમાં ૭ ભંગ થાય છે. તેમના પ્રિકસંગમાં સંખ્યાતના બે વિભાગ કરવાથી એક અને સંખ્યાત, બે અને સંખ્યાત, ત્રણ અને સંખ્યાત, ચાર અને સંખ્યાત, પાંચ અને સંખ્યાન, છ અને સંખ્યાત, સાત અને સંખ્યાત, આઠ અને સંખ્યાત, નવ અને સંખ્યાત, દશ અને સંખ્યાત એવાં દશ વિકલ્પ બને છે. અને સંખ્યાત અને સંખ્યાને એક અગિયારમે વિકલ્પ બને છે. આ રીતે બ્રિકસંગી વિકલ્પ ૧૧ બને છે. આ વિકલ્પ ઉપરની રત્નપ્રભા આદિ પૃથ્વીમાં એકથી લઈને સંખ્યાત પર્યન્તના ૧૧ પદેનું ઉચ્ચારણ કરવાથી અને નીચેની શર્કરા પ્રભા આદિ પૃથ્વીઓની સાથે માત્ર સંખ્યાતપદનું ઉચ્ચારણ કરવાથી બને છે. ઉપરની પૃથ્વીઓમાં સંખ્યાતપદનું અને નીચેની પૃથ્વીઓમાં એક આદિ ૧૧ પદેનું ઉચ્ચારણ કરીને જે બીજા વિકલ્પ થાય છે, તેમની અહીં પૂર્વ–સૂત્રક્રમ અનુસાર વાત કરવામાં આવી નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે-“એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક શરામભામાં, અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં, અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક પંકપભામાં, અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક ધૂમ પ્રભામાં અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક તમ પ્રભામાં અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે, આ પ્રકારના ભંગ જ અહીં બની શકે છે. પરંતુ એવા ભંગ બની શકતા નથી કે “સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક વાલુકાપ્રભામાં અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક પંકપ્રભામાં, અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં, અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં, અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. કારણ કે પૂર્વ સૂત્રમાં એ જ કમ વિવક્ષિત થયેલ છે. ત્યાં દશ આદિ રાશિઓના બે ભાગ કરીને એક આદિ લઘુ સંખ્યાબેને પહેલાં રાખવામાં આવેલ છે અને નવ આદિ મેટા સંખ્યાને પાછળ રાખવામાં આવેલ છે, એજ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૬૫.