SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ઘી આદિને ગ્રહણ કરે જ છે, પણ પછીના સમયમાં તેને ગ્રહણ કરે છે પણ ખરાં અને છેડે છે પણ ખરાં. એ જ પ્રમાણે જ્યારે જીવ પહેલા શરીરને છોડીને બીજા શરીરને ગ્રહણ કરે છે, ત્યારે તે પ્રથમ સમયે ઉત્પત્તિ સ્થાનગત શરીરોગ્ય પુદ્ગલેને તે અવશ્ય ગ્રહણ કરે જ છે, આ રીતે પ્રથમ સમયની અપેક્ષાએ તે જે ગ્રહણ કરે છે તે સર્વબંધરૂપ હોય છે. ત્યારબાદ દ્વિતીયાદિ સમયમાં તે તેમને ગ્રહણ પણ કરે છે અને છેડે છે પણ ખરે. આ રીતે જે ગ્રહણ કરવા અને છોડવાનું થાય છે તે દ્વિતીયાદિ સમયની અપેક્ષાએ દેશબંધરૂપ છે. આ રીતે આ ઔદારિકને દેશબંધ પણ થાય છે અને સર્વબંધ પણ થાય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે—(િિા વિgિો વધે જે મંતે ! જિં સવંધે, સગશે?) હે ભદન્ત! એકેન્દ્રિય દારિક શરીર પ્રયોગ બંધ શું દેશબંધ રૂપ હોય છે, કે સર્વબંધ રૂપ હોય છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“a ” હે ગૌતમ! દારિક શરીર પ્રયોગ બંધની જેમ એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રગ બંધ પણ દેશબંધ રૂપ પણ હોય છે અને સર્વબંધ રૂપ પણ હોય છે. “વં પુરવાર ” દારિક શરીર પ્રગ બંધની જેમ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ પણ દેશબંધ રૂપ અને સર્વબંધ રૂપ હોય છે. એ જ પ્રમાણે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અને પંચેન્દ્રિય તિર્યચનિક જીના ઔદારિક શરીર પ્રગને બંધ પણ દેશબંધ રૂપ પણ હિય છે અને સર્વબંધ રૂપ પણ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( મજુરત પંવિંતિય શોઝ સીરજગોજન અંતે ! ( રેવં છે, દવા ?) હે ભદન્ત! મનુષ્ય પંચેન્દ્રિયને જે ઔદારિક શરીર પ્રયોગ બંધ છે, તે શું દેશબંધ રૂપ હોય છે, કે સર્વબંધ રૂપ હોય છે? મહાવીર પ્રભુનો ઉત્તર–(નોમાવવ છે રિ, સરજ છે વિ) હે ગૌતમ ! મનુષ્ય પંચેન્દ્રિયને જે ઔદારિક શરીર પ્રયોગ બંધ છે, તે દેશ. બંધ રૂપ પણ હોય છે અને સર્વબંધ રૂપ પણ હોય છે. આ ગૌતમ સ્વામીને પ્રશ્ન-(ઘોરાઢિયાવળોનાં જ મંતે! વાઢશો જેવચિત્ત રોફ) હે ભદન્ત ! જે ઔદારિક શરીર પ્રગ બંધ છે, તે કાળની અપેક્ષાએ ક્યાં સુધી રહે છે ? મહાવીર પ્રભુનો ઉત્તર-(વા! પદ્યવંધે જ સમર્ચ, રેવં ના mi gf સમય, ૩ોળ તિક્તિ પઢિોવમારું સમયગાડું) હે ગૌતમ ! દારિક શરીર પ્રયોગ બંધને સર્વબંધ એક સમય સુધી રહે છે, અને તેનો દેશબંધ ઓછામાં ઓછો એક સમય સુધી અને વધારેમાં વધારે ત્રણ પત્યેપમ કરતાં એક ન્યૂન સમય પર્યન્ત રહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જેમ ઉકળતા ઘી આદિથી ભરેલી કડાહીમાં માલપુઆ, પૂરી વગેરે નાખવામાં આવે ત્યારે પ્રથમ સમયે તે તે ઘી આદિનું શેષણ જ કરે છે, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૮૭
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy