________________
અને વધારેમાં વધારે છ માસ સુધી ઉપપાતથી વિરહિત કહ્યું છે. હે ભદત! આપે એવું કહ્યું એવું જ છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે બિલકુલ સત્ય છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા.
ટીકાથ–પહેલાના પ્રકરણમાં પરીષહોનું નિરૂપણ કરવામાં આવી ગયું. ૨૨ પરીષહમાં જેને સમાવેશ થાય છે એવા ઉષ્ણુ-પરીષહનું પ્રતિપાદન પણ ત્યાં કરવામાં આવ્યું છે. ઉષ્ણુતાનું કારણ સૂર્ય હોવાથી હવે સૂત્રકાર અહીં સૂર્ય સંબંધી વક્તવ્યતાનું પ્રતિપાદન કરે છે.
ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને એ પ્રશ્ન પૂછે છે કે “નંગૂરી જે મેતે ! રૂપિયા મળમુત્તતિ ટૂરે ૨, મૂરું જ રીલંતિ” હે ભદન્ત ! જંબૂ દ્વીપ નામના દ્વીપમાં બે સૂર્ય કહ્યા છે. તે બે સૂર્ય જ્યારે ઉદય પામે છે ત્યારે દૂર હોવા છતાં પણ દેખનાર મનુષ્યની અપેક્ષાઓ પાસે દેખાય છે. ઉદય અને અસ્ત પામતી વખતે તેમને જોનાર લે કે તેમને નજીકમાં દેખે છે જો કે તેઓ ખરી રીતે તે હજારે જન દૂર હોય છે. પણ તે સદ્દભૂત વિદ્યમાન) અંતરને શું દર્શક (દેખનારે ) દેખતો નથી અથવા શું જાણુતે નથી ? સમજતો નથી ?
( મતિ ચ મુત્તરિ મૂજે છે જે ૨ વીનંતિ) તથા મધ્યાહ્નકાળે સૂર્ય સમીપમાં હોવા છતાં પણ જેનારને તે જાણે કે બહુ દૂર રહેલું હોય એવું લાગે છે. ખરી રીતે મધ્યાહુને સૂર્ય જેનારના સ્થાનની અપેક્ષાએ સમીપમાં જ રહેલું હોય છે. છતાં પણ જેનારને એ ભાસ થાય છે કે સૂર્ય દૂર દૂર રહેલે છે. જો કે મધ્યાહ્નકાળે સૂર્ય ઉદયકાળ તથા અસ્તકાળ કરતાં સમીપના સ્થાનમાં રહેલો હોય છે, છતાં પણ જનારને એવું લાગે છે કે મધ્યાહ્નકાળે સૂર્ય ઉદયકાળ તથા અસ્તકાળ કરતાં ઊંચે સ્થાને હોય છે. જો કે સૂર્ય મધ્યાહ્નકાળે ૮૦૦
જનને અંતરે હોય છે, તે પણ ઉદયકાળ અને અસ્તકાળની અપેક્ષાએ તે તેરે હર માને છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ઉદય અને અસ્તિકાળે દષ્ટાના સ્થાનની અપેક્ષાએ સૂર્ય દૂર હોવા છતાં પણ તેને એવું લાગે છે કે તે તેની સમીપમાં જ છે. ઉદય અને અસ્તકાળે દૃષ્ટા હજારે યોજન દૂર રહેલા સૂર્યને જોવે છે, ત્યારે તેને એવો ભાસ થાય છે કે સૂર્ય પોતાની નજીકમાં જ છે. મધ્યાહ્ન સમયે દષ્ટાના સ્થાનની અપેક્ષાએ સૂર્ય નજીકમાં જ ( ૮૦૦ એજન દ્વર) હોય છે, છતાં પણ તેને તે હૂર હોવાને ભાસ થાય છે. ખરી રીતે તે ઉદય અને અસ્તની અપેક્ષાએ મધ્યાહ્નકાળે સૂર્ય વધારે નજીક માં હોય છે, છતાં દેખનારને મધ્યાહ્નકાળે તે વધારે દૂર લાગે છે. તેનું કારણ જાણવાના આશયથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એજ વાતને સૂત્રકારે “રથમપુદુવંતિ તૂને ૨ મસ્કે લીવંતિ” આ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે–અસ્તકાળે સૂર્ય દૂર હોય છે પણ નજીકમાં દેખાય છે તેનું કારણ શું છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“દંતા, યા ” હા, ગૌતમ! એવું જ બને છે કે (પૂરી રીતે રજૂરિયા વમળમુકુત્તરિ દૂર
શ્રી ભગવતી સૂત્ર : ૭
४७