________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન–(રારિ મંતે ! પોmસ્થિયપcલા %િ વાવ પુરા) હે ભદન્ત ! પુલાસ્તિકાયના ચાર પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે? કે દ્રવ્યના એક દેશરૂપ છે? કે અનેક દ્રવ્યરૂપ છે? કે દ્રવ્યના અનેક દેશરૂપ છે છે કે એક દ્રવ્ય અને એક દ્રવ્યદેશરૂપ છે? કે એક દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશરૂપ છે? કે અનેક દ્રવ્ય અને એક દ્રવ્યદેશરૂપ છે? કે અનેક દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશરૂપ છે?
મહાવીર પ્રભુને ઉત્તર-–“ મા” હે ગૌતમ ! “સિર સુગં, શિવ તારે. અ વિ મેTI માળિયગા” પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશ કયારેક ગુણ પર્યાયાગી એક દ્રવ્યરૂપ પણ હોય છે, અને કયારેક એક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. કયારેક દ્રવ્યરૂપ પણ હોય છે, ક્યારેક તે દ્રવ્યના અનેક દેશરૂપ પણ હોય છે. આ રીતે ચાર વિકલ્પ બન્યા. બાકીના ચાર વિકલ હવે આપવામાં આવે છે–(૫) કયારેક તેઓ એક દ્રવ્ય અને એક દ્રવ્યદેશરૂપ હોય છે, (૬) કયારેક તેઓ એક દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશરૂપ હોય છે, (૭) કયારેક અનેક દ્રવ્યરૂપ અને દ્રવ્યના એક દેશરૂપ હોય છે અને (૮). કયારેક તેઓ અનેક દ્રવ્યરૂપ અને દ્રવ્યના અનેક દેશરૂપ હોય છે. આ આઠે વિકલ્પનું સ્પષ્ટીકરણ પૂર્વોક્ત રીતે પિતાની બુદ્ધિથી જાતે જ કરી શકાય તેમ છે. (ના વારિ મળવા-હર્ષ પંચ, છ, સત્ત, સાવ અજ્ઞા ) જેવી રીતે પુતલાસ્તિકાયના ચાર પ્રદેશોનું ઉપર્યુક્ત વિકલ્પો દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે પુતલાસ્તિકાયના પાંચ પ્રદેશ, છ પ્રદેશ, સાત પ્રદેશ, આઠ પ્રદેશ, નવ પ્રદેશ, દસ પ્રદેશ, સંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશનું પણ પૂર્વોક્ત આઠ વિકલ્પ દ્વારા પ્રતિપાદન કરી શકાય છે, અને તેમાં આઠે વૈકલ્પિક પ્રશ્નોને સ્વીકારાત્મક ઉત્તર આપવું જોઈએ.
હવે ગૌતમ સ્વામી પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશોની અપેક્ષાએ આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-(અr'તા મંતે ! રોમારિયાવર $ ?) હે ભદન્ત! પુલાસ્તિકાયના અનંતપ્રદેશ શું એક દ્રવ્યરૂપ હોય છે? (૨) શું તેઓ એક દ્રવ્ય દેશરૂપ હોય છે? એજ પ્રમાણે બાકીના છ વિકપ પણ અહીં કહેવા જોઈએ
મહાવીર પ્રભુને ઉત્તર-(વં ચેર કાર રિચ યુવા ૪, રેલા ચ). હે ગૌતમ! પર્વોક્ત ચાર પુલસ્તિકાય પ્રદેશના જેવું જ અને પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, સંખ્યાત અને અસંખ્યાત પુલાસ્તિકાયના પ્રદેશના જેવું જ અનંત પુલાસ્તિકાય પ્રદેશનું પણ કથન સમજવું કહેવાનું તાત્પર્ય એ છે કે અનંત પુદ્રવાસ્તિકાય પ્રદેશે કયારેક એક દ્રવ્યરૂપ પણ હોય છે, ક્યારેક એક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. કયારેક અનેક દ્રવ્યરૂપ પણ હોય છે, ક્યારેક અનેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. ક્યારેક એક દ્રવ્યરૂપ અને એક દ્રવ્ય દેશરૂપ પણ હોય છે, કયારેક એક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. કયારેક અનેક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યદેશરૂપ પણ હોય છે, તથા કયારેક અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. એ સૂત્ર ૪
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૮ર