________________
અને ઉત્કૃષ્ટ અંતર અનંત કાળનું કહ્યું છે, અને દેશબંધનું અંતર પણ એટલું જ કહ્યું છે. પરંતુ શર્કરા આદિ નરકમાં નીચે પ્રમાણે વિશેષતા છે"जरख जाठिई जहणिया सा सव्वबंध तर जहण्णणं अतोमुहुत्तमम्भहिया कायव्वाRાં તે રેવ” પહેલી નરકમાં જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરેપમની છે, પહેલી નરકની જે એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે બીજી નરકમાં જઘન્ય સ્થિતિ સમજવી-બીજી નરકમાં જે ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ છે, તે ત્રીજી નરકના નારકેની જઘન્યસ્થિતિ રૂપ છે. ત્રીજી નરમ કમાં જે સાત સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ હોય છે, એટલા જ કાળ પર્યન્તની ચાથી નરકના નારકેની જઘન્યસ્થિતિ હોય છે. એથી નરકમાં જે ૧૦ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ હોય છે, એટલા જ કાળની જઘન્યસ્થિતિ પાંચમી નરકમાં હોય છે. પાંચમી નરકમાં ૧૭ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ હોવાથી છઠ્ઠી નરકમાં એટલી જ જઘન્ય સ્થિતિ સમજવી. છઠ્ઠી નરકમાં ૨૨ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ હોવાથી સાતમી નરકમાં ૨૨ સાગરોપમની જઘન્ય સ્થિતિ સમજવી. સાતમી નરકની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરેપમની છે. આ રીતે જે નરકમાં જેટલી જઘન્યસ્થિતિ કહી છે તેના કરતાં એક અન્તમુહૂર્ત વધારે તે નરકના નારકેન વકિય શરીરના સર્વબંધનું જઘન્ય અંતર સમજવું. જેમકે બીજી નરકના નારકની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની છે. તેથી તેમના વૈકિય શરીરને સર્વબધાન્તર કાળ જઘન્યની અપે. ક્ષાએ એક સાગરોપમકાળ કરતાં એક અંતમુહૂર્ત પ્રમાણ અધિક સમજો, અને ઉત્કૃષ્ટ સર્વબધાન્તરકાળ વનસ્પતિકાળ રૂપ અનંતકાળને સમજ. દેશબંધાન્તર કાળ પણ એજ પ્રમાણે સમજવો. ત્રીજી નરકના નારકના ક્રિય શરીરને સર્વબધાન્તર કાળ જઘન્યની અપેક્ષાએ ત્રણ સાગરોપમ અને એક અન્તર્મુહૂતને છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વનસ્પતિકાળ રૂપ અનંતકાળને છે. એ જ પ્રમાણે દેશબંધાન્તર કાળ પણ સમજ. એથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકના નારકોને સર્વબં ધાન્તર કાળ જઘન્યની અપેક્ષાએ અનુક્રમે સાગરોપમ અને અંતર્મુહૂર્તને, ૧૦ સાગરોપમ અને અંતર્મુહૂર્તાને ૧૭ સાગરોપમ અને અંતમુહૂર્તને, ૨૨ સાગરોપમ અને અંતમુહૂર્તને
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૧૮