________________
અને ત્રીજે સમયે તેણે દારિક શરીરને સર્વબંધ કર્યો અને ક્ષુલ્લક ભવ સુધી તે ત્યાં રહ્યો. ત્યારબાદ ત્યાંથી મરીને તે ઔદારિક શરીરવાળાઓમાં ઉત્પન્ન થઈ ગયે. ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધક થયે. આ રીતે સર્વ બંધના અંતર રૂપ ક્ષુલ્લક ભવ ત્રણ સમય પ્રમાણ ખૂન થાય છે.
| સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર ૩૩ સાગરોપમ કરતાં પૂર્વકેટિ સમયાધિક કેવી રીતે થાય છે તે સૂત્રકારે નીચે બતાવ્યું છે–
કોઈ એક જીવ મનુષ્ય આદિ પર્યાયમાં અવિગ્રહ ગતિથી (મેડા વિના) આવીને ઉત્પન્ન થઈ ગયું છે. તે ત્યાં પ્રથમ સમયમાં જ સર્વબંધક બન્યો અને સર્વબંધક બનીને તે ત્યાં પૂર્વકેટિ કાળ પર્યન્ત રહો. ત્યારબાદ ત્યાંથી મરીને તે તેત્રીસ સાગરેપમ પ્રમાણ સ્થિતિવાળે સાતમી નરકને નારક થયો અથવા તે સર્વાર્થસિદ્ધને અહમિન્દ્ર દેવ થયા. પછી તે ત્યાંથી અવીને ત્રણ સમયવાળા વિગ્રહથી પુનઃ દ્વારિક શરીરધારી થયે–અહીં વિગ્રહના બે સમય સુધી તે અનાહારક રહ્યો અને ત્રીજે સમયે તે દારિક શરીરને સર્વબંધક અ. ઔદ્યારિક શરીરના જ જે તે બે અનાહારનો સમય છે, તેમાંથી એક સમય સર્વબંધના સમયરૂપ પૂર્વ કેટિના સ્થાનમાં નાખી દેવાથી દારિક શરીરને સર્વબંધ ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૩ સાગરોપમ પ્રમાણુ કાળ કરતાં એક પૂર્વ કેટિ અને એક સમય પ્રમાણે થઈ જાય છે. “સબંતા નgomdi ga માં, વોઈ તેરી સરોત્રમ તિજમાદ્દિવા” ઔદારિક શરીરના દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ એક સમયનું હોય છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૩ સાગરોપમ કરતાં ત્રણ અધિક સમયનું છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે
કેઇ એક દારિક શરીરને દેશબંધક જીવ મરીને અવિરહ ગતિથી ઉત્પન્ન થતું હોય ત્યારે તે ત્યાં પ્રથમ સમયે તે સર્વબંધક જ બની રહે છે. પણ દ્વિતીય આદિ સમયમાં તે દેશબંધક થાય છે. આ રીતે દેશબંધનું જઘન્ય (ઓછામાં ઓછું) અંતર એક સમયનું હોય છે. એ જ પ્રમાણે કઈ દેશબંધક જીવ મરણ પામીને ૩૩ સાગરોપમ પ્રમાણવાળા સર્વાર્થસિદ્ધ આદિ સ્થાનમાં દેવ આદિની પર્યાયમાં ઉત્પન્ન થઈ ગયો, પછી ત્યાંની આયુસ્થિતિ સમાપ્ત કરીને તે ત્યાંથી ચવીને ત્રણ સમયયુક્ત વકગતિથી તે ઔદારિક શરીરવાળે બ. વિગ્રહના એ સમયમાં તે અનાહારક રહ્યો અને ત્રીજા સમયમાં તે સર્વબંધક થઈ ગયા અને ત્યારબાદ દેશબંધક થઈ ગયે. આ રીતે તે બને દેશબંધનું ઉત્કૃષ્ટ અંતર ૩૩ સાગરોપમ કરતાં ત્રણ અધિક સમય પ્રમાણુ આવી જાય છે. આ રીતે દારિક શરીર બંધનું સામાન્યતઃ અંતર (અંતરાલ) પ્રરૂપિત કરીને હવે સૂત્રકાર એ જ અંતરનું વિશેષરૂપે પ્રતિપાદન કરે છે–
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જિવિત્ર ગોરાહિર લુછા” હે ભદન્ત ! એકેન્દ્રિય જીવના ઔદારિક શરીરના બંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું છે?
શ્રી ભગવતી સૂત્ર : ૭