________________
કરવામાં કોઈ વાંધો નડતા નથી. એ જ પ્રમાણે આલોચના કરવાની પરિણતિ (ભાવના) થી યુક્ત થયેલા અને વર્તમાનમાં આરાધના કરવાને પ્રવૃત્ત થઈ રહેલા શ્રમણ નિગ્રંથ તથા નિર્ચથી (સાધ્વી) ને માટે “તેઓ આરાધક જ છે', એ ભૂતકાલિક પ્રયોગ કરવામાં કોઈ મુશ્કેલી નડતી નથી. કારણકે તેઓ વર્તમાનમાં આરાધક થવાને અગ્રેસર થઈ રહેલા છે, તેથી તેઓ આરાધક થઈ ચુક્યા છે, એવું કહેવામાં આવે તો કોઈ વાંધે નડતો નથી. આ વાતનું વધુ સમર્થન કરવાને માટે સૂત્રકાર બીજુ દષ્ટાંત આપે છે.
से जहा वा केई पुरिसे वत्थं अहतंवा, धोतंबा, तंतुगयं वा, मंज्जिट्टाઢોળg વિશ્વના ” જેમકે કોઇ પુરુષ (વણકર) સાળપર તૈયાર કરેલા કાપડને આખે આખું ઉતારીને મઠિના રંગથી ભરેલા પાત્રમાં રંગવાને માટે ઝબોળી દે છે. હવે તેને કઈ માણસ પૂછે કે “ભાઈ ! તે વસ્ત્ર રંગાઈ ગયું છે કે નહીં ?' જો કે તે વસ્ત્ર રંગાઈ ગયુ હોતું નથી, પરંતુ હજી તેના ઉપર રંગ ચડવાની ક્રિયા ચાલુ જ હોય છે. છતાં પણ પેલે વણકર જવાબ આપે છે કે “હા ભાઇ! તે રંગાઈ ગયું છે. આવી રીતે રંગાઈ રહેલા વસ્ત્રને માટે “રંગાઈ ગયું છે' એવા જે ભૂતકાલિક પ્રયોગ થાય છે તે વર્તમાન અને ભૂતકાળમાં અભેદ માનીને જ થાય છે. એજ વાતને ધ્યાનમાં રાખીને પ્રભુ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહે છે- “ વિવિઘાને વિજે, વિશ્વમrછે જ,
ગામાને કરે રિ વત્તત્રં કિયા”. હે ગૌતમ! મેજિકના રંગમાં નાખવામાં આવી રહેલા તે વસ્ત્રને માટે “રંગમાં નાખી દેવામાં આવ્યું', એવો ભૂતકાલિક પ્રયોગ થાય છે કે નહીં ? તે રંગમાં ઝબોળાઈ રહેલા વસ્ત્રને માટે ‘બળાઈ ગયું' એવો પ્રગ થાય છે કે નહીં ? તે રંગમાં રંગાતા વસ્ત્રને માટે “રંગાઈ ગયું' એવો પ્રયોગ થાય છે કે નહીં? આ રીતે તે ત્રણ વર્તમાનકાલિક ક્રિયાઓ માટે ભૂતકાળને પ્રયોગ થાય છે કે નહીં? ગૌતમ સ્વામી જવાબ આપે છે– “દંતા, મજાવં! વિશ્વના વિજે, વાવ જે ત્તિ વ સિયા ” , ભદન્ત! એવા પ્રયોગ થઈ શકે છે. એટલે કે મજિકના રંગની કુંડીમાં ઉક્ષિપ્રમાણુ (નંખાઈ રહેલા) વસ્ત્રને માટે “ઉક્ષિપ્ત' (નાખી દેવામાં આવ્યું) એવો પ્રગ કરી શકાય છે અને રંગાતા વસ્ત્રને માટે “રંગાઈ ગયું' એવો પ્રયોગ પણ કરી શકાય છે.
હવે આ વાતને ઉપસ હાર કરતા મહાવીર પ્રભુ કહે છે- “જે તે િળયા! gવં ગુજ, ચારણ નો નિરાહા' હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે આરાધના કરવાને માટે તૈયાર થયેલા તે શ્રમણ નિગ્રંથ તથા નિર્ચથી સાધ્વી આરાધાક જ છે, વિરાધક નથી. સૂ, ૩
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૦૦