________________
તેણે પરિમના પ્રત્યાખ્યાન કરેલા હોય છે – એટલે કે તેણે પરિવહનો ત્યાગ કરે હેાય છે જ્યારે તે સામાયિક કરીને બેઠા હોય ત્યારે કોઈ માણસ આવીને તેનાં વસ્ત્રાદિકનું અપહરણ કરી જાય, તે શું તે શ્રાવક સામાયિક પૂરી થયા પછી તેની શોધ કરશે કે નહીં કરે? જે આપ કહેતા હો કે તે તેની શોધ કરશે, તો અમારે એ પ્રશ્ન છે કે શા માટે તે તેની શોધ કરશે ? જે આપ એમ કહેતા છે કે તેને તે માલિક છે તેથી શોધ કરશે, તે અમારું કહેવું એવું છે કે તેની સામાયિકમાં બેસતી વખતે એ બધી વસ્તુઓને ત્યાગ કર્યો છે, તે હવે તે વસ્તુઓ તેની કેવી રીતે કહી શકાય? જે વસ્તુઓ તેની રહી નથી તે વરતુઓની તપાસ સામાયિક પૂરી થયા બાદ તે શા માટે કરે છે? આ રીતે તે જે વસ્તુઓની તપાસ કરે છે. તે વસ્તુઓને તેની કેવી રીતે કહી શકાય? તે જે ભાડાદિની શેધ કરે છે, તે તે તેના નથી પણ અન્યનાં જ છે.
આ પ્રશ્નનું સમાધાન કરતાં મહાવીર પ્રભુ કહે છે- “જોયા' હે ગૌતમ! “ માં ગણુાસરૂ, જો દાવ મં ગgવેસ” તે શ્રાવક પિતાનાં જ ચારાયેલાં ભાંડેની શોધ કરે છે- અન્યનાં ભાડેની શોધ કરતા નથી. ગૌતમ સ્વામી ફરીથી પૂછે छे है ‘तस्स णं भंते ! तेहिं सीलन्चयगुणवेरमणपञ्चक्खाणपोसहोववासेहि છે કે અમે મારૂ” હે ભદન્ત પોતાના ક્ષપશમની અનુસાર ગ્રહણ કરેલા શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષયવાસને કારણે શું તેનાં તે ભાંડ અભાંડ બની જાય છે? એટલે કે શું તેના ઉપરનો તેને અધિકાર ચાલ્યા જાય છે? સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિથિ સંવિભાગ, એ ચાર શીલ કહ્યાં છે. અહીં “વ્રત' પદથી પાંચ અણુવ્રત ગ્રહણ કરાયા છે. ‘મુળ ' પદથી દિગ્ગત આદિ ત્રણ ગુણવતે ગ્રહણ કરાયા છે. મિથ્યાત્વથી રહિત થવું તેનું નામ વિરમણ છે. પર્વના દિવસમાં ત્યાગ કરવા યોગ્ય વસ્તુઓને ત્યાગ કરવો તેનું નામ પ્રત્યાખ્યાન છે. ધર્મની જેપુષ્ટિ કરે તેનું નામ પિૌષધ છે. આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યાએ પૌષધ કરવામાં આવે છે. શીલવત આદિ દ્વારા સૂત્રકારે અહીં સાવદ્યાગથી વિરતિ (નિવૃત્તિ) નું જ પ્રતિપાદન કર્યું છે, કારણકે સાવદ્યગવિરતિજ પરિગ્રહ અપરિગ્રહતા ( પરિગ્રહને ત્યાગ) ના કારણરૂપ બને છે અને તેથી જ ભાંડમાં અભાંડનું કથન સુસંગત લાગે છે. પ્રમ કરનારના પ્રશ્નનું તાત્પર્ય એ છે કે ભાંડાદિકમાં જયાં સુધી વ્યકિતને મમત્વની ભાવના રહે છે, ત્યાંસુધી તે તેમને પોતાના ગણે છે. સાવધોગના પ્રત્યાખ્યાન ભાંડાદિકમાં તેનું મમત્વ બિલકુલ રહેવા દેતા નથી – એનું નામ જ અપરિગ્રહતા છે. જ્યારે શીલ, વ્રત, ગુણ, વિરમણ આદિ દ્વારા તેમને અપનાવવાને ભાવ રહેતો નથી, ત્યારે શીલત્રતાદિ સંપન્ન વ્યકિતને માટે તે અભાંડરૂપ જ બની જાય છે. એજ વાત શ્નકર્તાએ પ્રશ્ન રૂપે અહીં પૂછી છે.
તેનો ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે- ‘દંતા, મફ” હા, ગૌતમ! શીલવ્રતાદિ, સાવદ્યયોગવિરતિ, પૌષધોપવાસ આદિથી યુકત થયેલ વ્યકિત જ્યારે પરિગ્રહનો પરિત્યાગ કરી દે છે, ત્યારે પરિગ્રહરૂપ તે વસ્ત્રાદિકમાં અભાંડતાની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કે તે વસ્તુઓને તે પિતાની માનતા નથી. તેમને પિતાની ન ગણવી એજ તેમાં
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૬ ૩