________________
હે ગીતમ! તે વૈકય લબ્ધિવાળા પ્રમત્ત અણગાર આ લેકગત પુદગલેને ગ્રહણ કરીને જ તેમને સિનગ્ધ પુગલદિકરૂપે પરિણુમાવે છે, ત્યાં રહેલા પુદ્ગલેને ગ્રહણ કરીને અથવા બીજે ઠેકાણે પુદ્ગલેને ગ્રહણ કરીને તે તેમને સિનગ્ધ પુદ્ગલદિકરૂપે પરિણુમાવી શકતો નથી. એ જ પ્રમાણે કૃષ્ણદિવર્ણ, નીલાદિવણું પરિણામ વિષયક દસ આલાપક બને છે, ગન્ધવિષયક એક આલાપક બને છે, રસવિષયક દસ આલાપક બને છે અને સ્પર્શીવિષયક ૪ આલાપક બને છે. આ રીતે કુલ ૨૫ આલાપકો બની જાય છે તથા એકવણું અને એકરૂપ આદિ વિષયક ચાર આલાપકે તે ઉપર આપી દીધાં છે. ઉપર્યુકત ૨૫ આલાપ સાથે આ ચાર આલાપક મેળવી દેવાથી એકંદરે ૨૯ આલાપકે બને છે. પાંચવર્ણ વિષયક ૧૦ આલાપકો નીચે પ્રમાણે સમજવા
(૧) કૃષ્ણવર્ણને નીલવર્ણરૂપે તે પરિણુમાવે છે. (૨) કૃષ્ણવર્ણને રકતવર્ણરૂપે તે પરિણુમાવે છે. (૩) કૃષ્ણવર્ણને પીળાવર્ણરૂપે પરિગુમાવે છે. (૪) કૃષ્ણવર્ણને શુકલ (સફેદ) વર્ણરૂપે તે પરિણુમાવે છે. (૫) નીલવર્ણને રકતવર્ણ (લાલવર્ણ) રૂપે પરિણાવે છે. (૬) નીલવર્ણને પીત (પીળા) વર્ણરૂપે પરિણાવે છે, (૭) નીલવર્ણને શુકલવર્ણરૂપે પરિણમાવે છે. (૮) રકતવણને પીતવર્ણરૂપે પરિણુમાવે છે. (૯) રતવર્ણને શુકલવર્ણરૂપે પરિણુમાવે છે. અને (૧૦) પીતવર્ણને શુકલવર્ણરૂપે પરિણમાવે છે. બે ગંધ વિષેનો એક આલાપક આ પ્રમાણે બને છે
તે વૈક્રિય લબ્ધિવાળા પ્રમત્ત અણગાર સુગંધને દુર્ગધરૂપે, અને દુર્ગધને સુગંધરૂપે પરિણુમાવે છે. પાંચ રસ વિષેના ૧૦ આલાપકે આ પ્રમાણે બને છે–
(૧) તે તિત (તીખા) રસને કટુ (કડવા) રસરૂપે પરિણાવે છે અને કટુરસને તિકતરસરૂપે પરિણાવે છે (૨) તિકતરસને કષાય (તુરા) રસરૂપે પરિણાવે છે (૩) તિકતરસને આસ્લ (ખાટા) રસરૂપે પરિણાવે છે (૪) તિકતરસને મધુરરસરૂપે (મીઠારસ) પરિણુમાવે છે (૫) કટુરસને કષાયરસરૂપે પરિણાવે છે (૬)કટુરસને અશ્લ(ખાટુ)રસરૂપ પરિણુમાવે છે (૭) કટુરસને મધુરરસરૂપે પરિણાવે છે (૮) કષાયરસને આસ્ફરસરૂપે પરિણુમાવે છે (૯) કષાયરસને મધુરરસરૂપે પરિણુમાવે છે અને (૧૦) આશ્લરસને મધુરરસરૂપે પરિણુમાવે છે. આઠ સ્પશેના ચાર વિક૯૫ આ પ્રમાણે બને છે
(૧) તે ગુરુસ્પર્શને લધુસ્પર્શરૂપે પરિણુમાવે છે, (૨) શીતસ્પર્શને ઉષ્ણસ્પર્શરૂપે પરિણમાવે છે,(૩) સ્નિગ્ધ(ચીકણુ)સ્પર્શને રૂક્ષસ્પર્શરૂપે પરિણમાવે છે, (૪) કઠોરસ્પર્શને મૃદુ(કમળ)પર્શરૂપે પરિણુમાવે છે. વર્ણ અને રૂપના ચાર વિકલ્પ આ પ્રમાણે બને છે
(૧) તે એક વર્ણવાળા એક રૂપની વિકુર્વણ કરે છે, (૨) તે એક વર્ણવાળા અનેક રૂપની વિદુર્વણ કરે છે, (૩) તે અનેક વર્ણવાળા એકરૂપની વિકુર્વણુ કરે છે, અને (૪) તે અનેક વર્ણવાળા અનેક રૂપોની વિકુવંણ કરે છે. આ પ્રમાણે કુલ ૨૯ વિક સમજવા. સૂ ના
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦૯