________________
छ। 'कण्हलेस्से नेरइए अप्पकम्मतराए नीललेस्से नेरइए महा कम्मतराए' કૃષ્ણલેશ્યાવાળે નારક છવ અ૫કમને બંધક હોઈ શકે છે અને નીલલેશ્યાવાળો નારક જીવ જ્ઞાનાવરણીય આદિ મહાકર્મનો બંધક હોઈ શકે છે! આ પ્રકારને પ્રશ્ન ઉદ્દભવવાનું કારણ એ છે કે નીલ ગ્લેશ્યા કરતાં કૃષ્ણસ્થામાં પરિણામોની અત્યન્ત અશુભતા રહે છે, અને કૃષ્ણલેશ્યાની અપેક્ષાએ નીલ લેગ્યામાં પરિણામની છેડે ઘણે અંશે શુભતા રહે છે, તે કારણે એવું લાગે છે કે કૃષ્ણલેશ્યાવાળો નારક જીવ જ નીલ લેશ્યાવાળા નારક જીવ કરતાં અધિક કર્મબંધક હોવો જોઈએ, અને નીલલેશ્યાવાળે નારક કૃષ્ણલેશ્યાવાળા નારક કરતાં અ૫ કર્મને બંધક હે જોઈએ. પણ અહીં જે વિષમ્ય પ્રકટ કરવામાં આવ્યું છે તેની પાછળ શું રહસ્ય છે તે જાણવા માટે ગૌતમ સ્વામીએ ઉપયુંકત પ્રશ્ન પૂછયે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે. “જોય! કિરૂં પા” હે ગૌતમ! અહીં જે પૂર્વોક્ત વૈષમ્ય બતાવવામાં આવ્યું છે તે સ્થિતિની અપેક્ષાએ જ બતાવ્યું છે. જો કે એ વાત તો સત્ય છે કે કૃષ્ણલેશ્યાવાળે નારક જીવ નીલ ગ્લેશ્યાવાળા નારક જીવ કરતાં અધિક અશુભ પરિણામેળ હોય છે, અને તે કારણે કૃષ્ણશ્યાવાળા નારકમાં જ અધિક કર્મની બંધકતા સંભવી શકે છે, પરંતુ કયારેક આયુ કર્મની સ્થિતિની અપેક્ષાએ એવું બની શકે છે કે કૃષ્ણલેશ્યાવાળે નારક છવ જ અપેક્ષાકૃત અપકર્મવાળા હોય છે. અને નીલલેશ્યાવાળા નારક છત્ર અપેક્ષાકૃત મહાકને બંધ કરનારે હેય છે. આ વિષયમાં નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. ધારે કે કઈ કૃષ્ણલેશ્યાવાળો નારક જીવ કે જે સાતમી નરકમાં ઘૂણા સમય પહેલાં ઉત્પન્ન થઈ ચૂક છે, અને ત્યાં રહેતાં રહેતાં તના અયુકર્મની સ્થિતિ ઘણું અધિક પ્રમાણમાં ક્ષપિત થઈ ચૂકી છે, તેનાં કર્મ પણ અધિક પ્રમાણમાં નષ્ટ થઇ ચૂકયાં છે- થોડાં જ કર્મને ક્ષય કરવાનું બાકી રહ્યો છે. હવે એવું બને છે કે કેઈ નીલેશ્યાવાળે નારક જીવ પાંચમી નરકમાં ૧૭ સાગરોપમની સ્થિતિ સાથે ઉત્પન થઈ જાય છે. તે તે નીલલેશ્યાવાળા નારકની અપેક્ષાએ પૂર્વોત્પન, સાતમી નરકમાં રહેલે, કૃષ્ણલેશ્યાવાળો નારક જીવ કે જેને હજી પણ શેષકર્મોને ખપાવવાના છે, તે અલ્પતર કર્મવાળે હશે, અને પાંચમી નરકમાં તાજો જ ઉત્પન થયેલ નીલલેશ્યાવાળે જીવ કે જેને પોતાના કર્મોને બહુ જ અધિક પ્રમાણમાં ખપાવવાના બાકી છે, તે મહાકર્મવાળે હશે, આ કથનનો ભાવાર્થ એ છે કે સાતમી નરકમાં રહેલા કૃષ્ણ લેશ્યાવાળા નારક જીવને અલ્પકર્મો જ ભેગવવાના બાકી હોવાથી તે અપકર્મ વળે છે, પણ નીલ લેશ્યાવાળા નારકને અધિક કર્મો ભોગવવાના હોવાથી તે અલ્પકર્મવાળે નથી. “હે તે જોવા ! નાવ મંદાગ્નેતરg” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કૃષ્ણ લેશ્યા વાળે નારક કયારેક અલ્પકર્મવાળો હોઈ શકે છે અને નીલ લેશ્યાવાળે નારક કયારેક મહાકર્મવાળે હેઈ શકે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૩૭