________________
જેમકે અમુક તપ પર્યુષણમાં કરવા યોગ્ય છે. હવે કઈ શ્રમણ એ વિચાર કરે કેપર્યુષણમાં ગુરુ આદિની વૈયાવૃત્તિ કરવી પડશે, અને તે કારણે તપ કરવામાં મુશ્કેલી પડશે. આ પ્રકારને વિચાર કરીને જે તે શ્રમણ પર્યુષણમાંકરવા યંગ્ય તપશ્ચરણને પર્યુષણ પહેલાં જ કરી લે છે. તે તેના તે તપને અનાગત તપ” કહે છે. દીઘsોસTT ઈત્યાદિ પહેલાં કરવા યોગ્ય જે તપ છે, તેને પહેલાં કરવાને બદલે સમય પસાર થઈ ગયા પછી કરવામાં આવે, તે તે તપને “અતિકાન્ત તપ' કહે છે. જેમકે કોઈ શ્રમણ એ વિચાર કરે કે પર્યુષણ પર્વમાં ગુરુ આદિની સેવા કરવાના કૃમમાં પડી જવાથી તે સમ કરવા લાયક તપ મારાથી કરી શકાયું નથી, તે પાછળથી તે વ્રત તે શ્રમણ કરી નાખે છે, તેવા બે પ્રકારના તપને “અતિકાન્ત તપ કહે છે. કાં પણ છે કે– સાઇ' ઇત્યાદિ એક તપ જે દિવસે પૂરું થાય એ જ દિવસે બીજા તપને પ્રારંભ કરવાથી પ્રત્યાખ્યાનની આદિ અને અન્તની કેટિનું મિલન થઈ જાય છે, તે કારણે એવા તપને કોટિસહિત’ તપ કહે છે. અથવા પહેલે દિવસે જે તપ સૌથી પહેલાં કર્યું હોય એવું જ તપ છેલ્લે દિવસે પણ કરવું–વચગાળાના સમયમાં બીજા વિવિધ તપ કર્યા કરવાં, તે તે પ્રકારના તપને કેટિસહિત તપ' કહે છે. કહ્યું પણ છે કે-“દવા ૩ વિવો? ઈત્યાદિ
જે તપ અમુક ચોક્કસ દિવસે કરવાનો નિર્ણય કર્યો હોય. પણ એ જ દિવસે બીમારી આદિ કોઈ અન્તરાય આવી પડે, તે પણ એ દિવસે જ તે તપ કરવામાં આવે તે તે તપને નિયંત્રિત તપ કહે છે. જે તપ કરવાને અમુક દિવસ નક્કી થઈ ગયે હિય છે એવા તપને નિયંત્રિત તપ” કહે છે.
મહત્તરાના ભંગ સહસાકારરૂપ જે પ્રત્યાખ્યાનમાં અપવાદના હેતુઓ (કારણે) છે, તે અપવાદના હેતુઓ સાથે જે તપ કરવામાં આવે છે, એવા તપને સાકાર તપ કહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અપવાદ સહિત જે તપ કરવામાં આવે છે તે તપને સાકાર તપ કહે છે. કોઈપણ પ્રકારના અપવાદે રાખ્યા વિના છઠ્ઠ, આઠમ આદિ જે તપ કરવામાં આવે છે, તેને નિરાકાર તપ કહે છે.
પાત્રમાં એકી સાથે જેટલી અન્નાદિક વસ્તુ પડશે, એટલી જ વસ્તુને હું મારા આહાર તરીકે વાપરીશ', આ પ્રકારનું પરિમાણ (પ્રમાણ) જે તપમાં નકકી કરવામાં આવે છે, એવા તપને “પરિમાણકૃત તપ” કહે છે. કહ્યું પણ છે– “રવિવાદિત' ઇત્યાદિ જે તપમાં ચારે પ્રકારના આહારને પરિત્યાગ કરવામાં આવે છે, તે તપને “નિરવશેષ તપ કહે છે. કહ્યું પણ છે- “સર્વ ગણ' ઇત્યાદિ અંગુષ્ટ, મુષ્ટિ આદિ સંકેતપૂર્વક જે તપ કરવામાં આવે છે, તે તપને “સંકેત તપ કહે છે. “અદ્ધા એટલે કાળ. કહ્યું છે કે- “ સતાવવા ? ઈત્યાદિ કાળથી કત જે તપ કર્વામાં આવે છે તેને “અદ્ધા તપ” કહે છે. આ કથનનું તાત્પર્ય એ છે નમસ્કાર, પોષી (પારસી) આદિક જે તપ છે તેમનું અનુષ્ઠાન દેશવિધકાળના પરિણમપૂર્વક કરવામાં આવે છે, તે કારણે એવા તપને “અદ્ધાક તપ” કહે છે.
સર્વોત્તર ગુણપ્રત્યાખ્યાનના ૧૦ ભેદ અને તેમનું સ્પષ્ટીકરણ કરીને સૂત્રકાર પ્રત્યાખ્યાનના બીજા ભેદનું નિરૂપણ કરે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન- રેરાશુપાવવાને મતે! દેવા હે ભદન્ત !ોત્તર ગુણપ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧૫