________________ શાસ્ત્રોની સંપૂર્ણ માહિતી અઢારમા વાર્ષિક રિપોર્ટમાં બતાવેલ 24 શાસ્ત્રો પ્રસિદ્ધ થયા પછી નીચે મુજબ કામકાજ થયેલ છે. (1) ભગવતી ભાગ ત્રીજે 3 બહાર પડી ચુક્યો છે અને તે મેમ્બરને મેકલવાનું કામ ચાલુ છે. (2) ભગવતી ભાગ 2 બાઈન્ડીંગ કાર્ય ચાલે છે. તથા પાંચમે છપાઈ ગયે છે. અને તેનું (3) જ્ઞાતા સૂત્રના કુલ ત્રણે ભાગ છપાય છે જે એકાદ માસમાં પૂરા થઈ જશે. (4) ભગવતી ભાગ છઠ્ઠો તથા સાતમે છાપવાનું કામ શરૂ થઈ ગયું છે. (5) કુલ્લે લગભગ 30 સૂત્રે પૂજ્ય ગુરુદેવે લખીને પૂરાં કરેલાં છે. તેમાંના છપાયા વગરનાં જે સૂત્રે બાકી છે તેનું અનુવાદનું તેમજ સંશોધનનું કેટલુંક કામ ચાલુ છે, અને કેટલુંક બાકી છે. () નિશીથ સૂત્ર સૂર્યપન્નતી તથા ચંદ્રપન્નતી સૂત્ર એ બાકી રહેલાં ત્રણ સૂત્રો લખવાનું કાર્ય અત્યારે ચાલે છે. શ્રી અખિલ ભારત . સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ રાજકોટ તા. 15-7-63 નમ્ર સેવક સાકરચંદ ભાઈચંદ શેઠ મંત્રી, શ્રી ભગવતી સૂત્ર : 4 406