________________
(૩) વૈરેચન, (ામંજરે) (૪) પ્રશંકર, (જં ) (૫) ચન્દ્રાભ, ( મે) (૬) સૂર્યાલ (સુમે) (૭) શુકાભ, (સુપટ્ટા) અને (૮) સુપ્રતિષ્ઠાભ. તે આઠેની વચ્ચે રિષ્ટાભ નામનું વિમાન છે. ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં રહેલી કૃણાજિઓની વચ્ચે પહેલું અર્ચિ નામનું વિમાન છે. પૂર્વ દિશામાં રહેલી બાહ્ય (બહારની) અને આભ્યન્તર (અંદરની) કૃષ્ણરાજિઓની વચ્ચે બીજું અમિાલી નામનું વિમાન છે. પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની કૃષ્ણરાજિઓની વચ્ચે ત્રીજુ વૈચન નામનું વિમાન છે. દક્ષિણ દિશાની બાહા અને આભ્યન્તર કૃષ્ણરાજિઓની વચ્ચે ચોથું પ્રશંકર વિમાન છે. દક્ષિણ દિશાની અને પશ્ચિમ દિશાની કૃષ્ણરાજિઓની વચ્ચે પાંચમું ચન્દ્રાભ નામનું વિમાન છે. પશ્ચિમ દિશાની બાહ્ય અને આભ્યન્તર કૃષ્ણરાજિઓની વચ્ચે છઠું સૂર્યાભ નામનું વિમાન છે. પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેની કૃષ્ણરાજિઓની વચ્ચે સાતમું શુક્રાભ નામનું વિમાન છે. અને ઉત્તર દિશાની બાહ્ય અને આભ્યન્તર કૃષ્ણ રાજિઓની વચ્ચે આઠમું સુપ્રતિષ્ઠાભ નામનું વિમાન છે. અને તે બધાની વચ્ચે રિણાભ નામનું નવમું વિમાન છે.
અહીં એવી આશંકા કરવી જોઈએ નહીં કે “અહીં તે બે, બે કચ્છરાજિઓની વચ્ચે રહેલાં અચિ આદિ આઠ વિમાનની વક્તવ્યતા ચાલી રહી છે, તે અહીં નવમાં રિષ્ઠાભ વિમાનનું કથન કરવાની શી જરૂર છે?”
સમાધાન–રિષ્ટાભ વિમાન તે આઠે વિમાનોની તથા આઠે કૃષ્ણરાજિ. ઓની વચ્ચે આવેલું છે. અહીં તે આઠ કાન્તિક વિમાનની વક્તવ્યતા ચાલતી હોવાથી, તેમની વચ્ચે રહેલા રિછાભ વિમાનનું કથન કરવામાં કઈ પણ પ્રકારની અસંગતતા જણાતી નથી.
હવે ગૌતમ સ્વામી તે કાતિક વિમાનનાં સ્થાનના વિષયમાં પ્રશ્ન પૂછે છે-( #હ ાં મંતેવિવિરાળે જળ?) હે ભદન્ત ! અર્ચિ નામનું વિમાન ક્યા સ્થાને આવેલું છે ?
( ઉત્તર–(નોરમા !) હે ગૌતમ! (ઉત્તરપુષિમે) ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે અચિ નામનું વિમાન રહેલું છે, એમ સમજવું.
પ્રશ્ન-(@ળ મંતે ! મારી વિશે gum) હે ભદન્ત ! અચિ. માલી નામનું બીજું લેકાન્તિક વિમાન કયા સ્થાને છે?
(કુચિળ) હે ગૌતમ! તે વિમાન પૂર્વ દિશાના બાહ્ય ભાગમાં છે એમ સમજવું. (પ વિgિ mયવં કાર ) આજ કેમ અનુસાર વૈરોચનથી સુપ્રતિષ્ઠાભ પર્યન્તના બાકીના છ વિમાનનું સ્થાન સમજવું. કયું વિમાન કયા સ્થાને છે તે આજ પાનામાં ઉપર અનુક્રમે પ્રકટ કરવામાં આવેલ છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-( ર ળ પરે! રિકે વિમાને જઇ) હે ભદન્ત ! રિષ્ટ (રિષ્ટાભ) નામનું વિમાન કયાં છે?
ઉત્તર–( જોગમા ! થામદેવમા ) હે ગૌતમ! રિણાભ નામનું વિમાન તે આઠેની વચ્ચોવચ્ચ છે.
(एएमु ण असु लोगंतियविमाणेसु अविहा लोगंतिया देवा परिवसंति) ઉપર્યુક્ત આઠ લોકાન્તિક વિમાનમાં આઠ પ્રકારના કાતિક દેવ રહે છે. નિચેની ગાથામાં સૂત્રકારે તે આઠ કાતિક દેનાં નામ પ્રકટ કર્યા છે,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૪૦)