________________
પ્રશ્ન-કયા દેવે ? અસુરકુમાર કે નાગકુમાર
ઉતર–તે બધાં કરે છે. તમસકાયમાં બાદર સ્વનિત શબ્દ (ગર્જનાને અવાજ ) અને બાદર વિદ્યુત દેવો કરે છે, એવું કથન. તમસ્કાયમાં વિગ્રહગતિ સમાપન્ન જ સિવાયના બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય જ નથી એવું પ્રતિપાદન તમસ્કાયમાં ચન્દ્ર, સૂર્ય આદિને પ્રતિષેધ (ન હોવાનું કથન) અને તેઓ તેની બાજુમાં રહે છે એવું કથન, તમસ્કાયમાં ચન્દ્ર-સૂર્યાદિની પ્રભા પણ તમારકાય રૂપે પરિણમન પામે છે, તે કારણે એક રીતે તે તે નહીં જેવી જ હોય છે. તમસ્કાયને વણે કૃષ્ણ, મહાકૃષ્ણ અને અત્યધિક કૃષ્ણ હોય છે, તેથી તે ઘણે ભયજનક લાગે છે, તે દેવામાં પણ ભય અને ક્ષોભ ઉત્પન્ન કરનાર હોય છે, એવું કથન. તમસ્કાયના તેર નામ.
પ્રશ્ન-તમસ્કાય કેનું પરિણામ છે? શું પૃથ્વીનું પરિણામ છે? કે પાણીનું પરિણામ છે? કે જવ અથવા પુદ્ગલનું પરિણામ છે?
ઉત્તર–તમસ્કાય પાણીનું પરિણામ છે, જીવ પુલનું પરિણામ છે, પણ પૃથ્વીનું પરિણામ તમસ્કાય નથી એવું કથન.
તમસ્કાયમાં સમસ્ત અને અનંતવાર ઉત્પાદ થયે છે, પણ તેમને ત્યાં બાદર પૃથ્વીરૂપે અને બાદર અગ્નિરૂપે ઉત્પાદ થયે નથી એવું કથન. આઠ પ્રકારની કૃષ્ણરાજીઓનું કથન તેમનું અવસ્થાન ઉપર સનકુમાર મહેન્દ્ર કલ્પમાં છે અને નીચે બ્રહ્મલેક કપમાં, અરિષ્ટ વિમાનના પાથડામાં છે એવું કથન, આકાર તેમને અખાડાના જેવો-ચતુષ્કણ જેવું છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ ચારે દિશાઓમાંની પ્રત્યેક દિશામાં બે, બે કૃષ્ણરાજીઓ છે. તે બધી કૃષ્ણરાજીઓ એક બીજી સાથે પૃષ્ટ અને સંબદ્ધ છે. તમસ્કાયની જેમજ એ કૃષ્ણરાજીઓમાં ઘર, દુકાન આદિને વિચાર. અહીં વિશેષતા એટલી જ છે કે તે કૃષ્ણરાજીઓમાં મેઘનું સંસ્વેદન આદિ દેવ જ કરે છે. તે કૃષ્ણરાજીએના આયામ (લંબાઈ), વિખંભ (પહોળાઈ) અને પરિક્ષેપ (પરિધી) ને વિચાર. કૃણરાજીનાં આઠ નામ, તે કૃષ્ણરાજીએ પૃથ્વીના પરિણામરૂપ છે. જળના પરિણામરૂપ નથી. તેમાં સમસ્ત પ્રાણુ, સમસ્ત ભૂત સમસ્ત જીવ અને સમસ્ત સત્વ અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યાં છે. પરંતુ તેઓ બધાં બાદર જળરૂપે, બાદર અગ્નિરૂપે અને બાદર વનસ્પતિરૂપે પહેલાં ત્યાં ઉત્પન્ન થયા નથી તે રાજીઓના આઠ અવકાશાન્તમાં અચિ, અર્ચિમાલી, વિરેચન, પ્રકર, ચન્દ્રાભ, સૂર્યાભ, શુકાભ અને સુપ્રતિષ્ઠાભ, એ આઠ વિમાન અને તે વિમાનની વચ્ચોવચ્ચ રિષ્ટભવિમાન એવું કથન. તે વિમાનમાં આઠ લોકાન્તિક દેવ રહે છે જે કાન્તિક દેવોનાં નામ-“સારસ્વત, આદિત્ય, વરુણ, ગતેય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય અને વરિષ્ઠ.” તેમના વિષયમાં વિશેષ વિચાર, વાયુને આધારે વિમાનસ્થિતિનું કથન, આ વિમાનમાં પણ છવા ભિગમસૂત્ર અનુસાર દેવની પર્યાયને છોડીને સમસ્ત જીવ પહેલાં ઉત્પન્ન થઈ ચુકેલા છે. બધા કાતિક દેવની સ્થિતિ આઠ સાગરોપમની હોય છે. તથા કાન્તિક વિમાનમાંથી લેકને અન્તિમ ભાગ અસંખ્યાત જન દૂર છે એવું કથન,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૭૧