________________
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(નીવાળે મરે! ફ્રિ વાળી, અવકવાળીદાઉદઘવાળ ?) હે ભદન્ત! જીવે શું પ્રત્યાખ્યાની–સર્વ વિરતિવાળા–હોય છે? કે અપ્રત્યાખ્યાની–સર્વ વિરતિ રહિત–હોય છે કે પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની–દેશવિરતિવાળા (અંશતઃ વિરતિયુક્ત) હેાય છે ?
ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે– (નોરમા !) હે ગૌતમ ! (નીવા) જીવો (જવવાળી રિ, અપવવાળી વિ, વાદ#વાળી વિ) પ્રત્યાખ્યાની પણ હોય છે, અપ્રત્યાખ્યાની પણ હોય છે, અને પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની પણ હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે આ સંસારમાં કેટલાક એવાં જી હેય છે કે જેઓ સર્વવિરતિરૂપ ચારિત્રવાળા હોય છે, કેટલાક એવાં પણ છે હોય છે કે જેઓ કોઈ પણ પ્રકારની વિરતિથી રહિત-અવિરત હોય છે, અને કેટલાક એવા પણ છે હોય છે કે જેમણે દેશવિરતિરૂપ શ્રાવકાચારને અંગીકાર કરેલ હોય છે.
હવે ગૌતમ સ્વામી નારકાદિ જેના વિષયમાં પણ આ પ્રકારને જ પ્રશ્ન પૂછે છે-(સત્રના પુછા) હે ભદન્ત ! સમસ્ત જીના પ્રત્યાખ્યાન આદિને વિષયમાં પણ મારે એજ પ્રકારને પ્રશ્ન છે. આપે સામાન્ય રૂપે જીવન પ્રત્યાખ્યાન આદિ વિષે તે સમજાવ્યું, પણ હવે નારક આદિ પ્રત્યેક પર્યાયના જીવોના પ્રત્યાખ્યાન આદિ વિષે જાણવાની મારી ઇચ્છા છે.
મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને આ પ્રમાણે જવાબ આપે છે (જોરમા ) હે ગૌતમ! (gયા લવાજવાળી રાવ જરૂરિચા) નારક જીવે અપ્રત્યાખ્યાની હોય છે, કારણ કે તેમાં કોઈ પણ પ્રકારની વિરતિને ઉદય સંભવી શકતે નથી. એ જ પ્રમાણે ચતુરિન્દ્રિય પર્યન્તના જીવે પણ અપ્રત્યાખ્યાની હોય છે. અહીં “ નાવ (પર્યન્ત)” પરથી “ભવનપતિ, એકેન્દ્રિય જી (પૃથ્વીકાય આદિ પાંચ થાવર) દ્વીન્દ્રિય અને તેઈન્દ્રિય” આટલા જીવોને ગ્રહણ કરવા. આ રીતે એ બધાં જીવે અપ્રત્યાખ્યાની (અવિરત ) હોવાથી. તેમને પ્રત્યાખ્યાની પણ કહ્યા નથી અને પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની પણ કહ્યા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૬૫