________________
આહારક અને આધારે બે દંડક કહ્યા છે. એક દંડક એક આહારક જીવની અપેક્ષાએ કહ્યું છે અને બીજું દંડક અનેક આહારક જીની અપે. ક્ષાએ કહ્યું છે. તે બન્ને દંડક નીચે બતાવ્યા પ્રમાણે છે-આહારક જીવની અપેક્ષાએ પ્રથમ દંડક આ પ્રમાણે છે-(ારણ નં અંતે ! નવે જાણે જિં સપણે જાણે વોચમા ! હા સYપણે ઉત્તર કાપશે ) ઈત્યાદિ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–હે ભદન્ત ! આહારક જીવ કાળની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ છે?
ઉત્તર-હે ગૌતમ! ક્યારેક તે પ્રદેશ હોય છે અને કયારેક એ જ અપ્રદેશ હોય છે. જીવ જ્યારે વિગ્રહ ગતિમાં અથવા કેવલિ સમુદઘાતમાં અનાહારક થઈને ફરીથી આહારક અવસ્થામાં આવે છે, ત્યારે આહારક અવસ્થા પ્રાપ્ત કરવાના પ્રથમ સમયે તે અપ્રદેશ હોય છે, અને જ્યારે એજ જીવ બે વગ આદિ સમય સુધી એજ અવસ્થામાં રહે છે, ત્યારે તે પ્રદેશ હોય છે.
ઉપર્યુક્ત એકત્વ વિષયક અભિલાપ ( આલાપક) સમસ્ત સાદિ ભાવેને જ લાગુ પડે છે એમ સમજવું, અનાદિ ભાવમાં તે (નિયમ સપણે ઉત્ત) આહારક અવસ્થાવાળો પૂર્વોત્પન્ન જીવ નિયમથી જ સંપ્રદેશ છે એમ સમજવું.
બહત્વ (બહુવચન) વિષયક અભિલાપ નીચે પ્રમાણે છે-(બહારવા भंते ! जीवा कालाएसेणं कि सपएसा, अपएसा १ गोयमा ! सपएसा वि કggણા વિ રિ) ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત ! આહારક છ કાળની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ છે?
તેનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“હે ગૌતમ ! અનેક આહારક છ સપ્રદેશ પણ હોય છે અને અપ્રદેશ પણ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે પન્ન જેટલાં આહારક જીવે છે તેઓ તે સપ્રદેશ છે, પણ વિગ્રહગતિમાંથી નીકળીને જ્યારે અનેક છે આહારક અવસ્થાવાળો બને છે, ત્યારે તેઓ પ્રથમ સમયે અપ્રદેશ હોય છે, કારણ કે પ્રથમ સમયે તેઓ અનાહારક રહેતા નથી-આહારક જ હોય છે. એ જ પ્રમાણે પૃથ્વીકાય
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૪૬