________________
પૂર્વોત્પન્ન જેટલાં નારક જીવે છે તેઓ તે બે, ત્રણ આદિ સમયથી ત્યાં ઉત્પન્ન થઈ રહ્યા છે, તેઓ બધા એક સમયની સ્થિતિવાળા પણ હોય છે, તેથી તેઓ અપ્રદેશ છે. આ કથનને ભાવાર્થ એ છે કે જેટલાં નારક છે પહેલેથી જ નારકાવસ્થામાં આવી ગયેલા છે તેઓ બધાંસપ્રદેશ છે, પણ જે જીની નારકાવસ્થાને હજી પ્રારંભ જ થયેલ છે–એટલે કે જે નારકેની નારકાવસ્થા પ્રારંભ થયાને પ્રથમ સમય જ ચાલી રહ્યો છે, એવાં જે નારકે છે તેઓ અપ્રદેશ છે. આ રીતે ત્યાં અધિકાંશ છે સપ્રદેશ છે અને અધિકાંશ જી અપ્રદેશ છે. | (gવ મસુકુમા જાવ બિચકુમાર) નારકોના જેવું જ કથન અસુરકુમારોથી સ્વનિતકુમાર સુધીના દેવે વિષે સમજવું. ભવનપતિ દેવના અસુરકુમાર આદિ ૧૦ ભેદ છે. નારક છના સપ્રદેશત્વ અને અપ્રદેશત્વ વિષેના ઉપર્યુક્ત જે ત્રણ ભંગ ( વિકલ્પ) કહ્યા છે, એજ પ્રમાણે અસુરકુમારેથી લઈને સ્વનિતકુમારે સુધીના દસ ભવનપતિ દેના સપ્રદેશવ અને અપ્રદેશત્વ વિષેના પણ ત્રણ ભંગ સમજવા એ ત્રણ ભંગ નીચે પ્રમાણે છે –
પહેલે ભંગ– સમસ્ત ભવનપતિ દેવે સપ્રદેશ છે.” બીજો ભંગ આ પ્રમાણે છે-“બધાં ભવનપતિ દેવે સપ્રદેશ નથી, પણ અધિકાંશ સંપ્રદેશ છે અને કેઈક અપ્રદેશ છે. ”
દસ ભવનપતિના નામ–(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુપર્ણ કુમાર (૪) વિદ્યુકુમાર (૫) અગ્નિકુમાર (૬) દીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિકુમાર (૯) વાયુકુમાર (૧૦) સ્વનિતકુમાર.
- હવે ગૌતમ સ્વામી પૃથ્વીકાયિક જીના સપ્રદેશવ અને અપ્રદેશવના વિષયમાં મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે (પુન્દ્રવિજયા મરે ! શિ સાપુતા, સારસા ?) હે ભદત ! પૃથ્વીકાયિક છ સપ્રદેશ છે કે અપ્રદેશ છે?
ઉત્તર--(જયમાં!) હે ગૌતમ ! પૃથ્વીકાયિક છે (સવાણા વિ અgger વિ) સપ્રદેશ પણ હોય છે અને અપ્રદેશ પણ હોય છે. કારણ કે પૃથ્વીકામાં પૂર્વોત્પન્ન જીવ પણ અનેક હોય છે અને નવા ઉત્પન્ન થનારા જીવો પણ અનેક હોય છે. તેથી પૂર્વોત્પન્ન જીવોની અપેક્ષાએ પૃથ્વીકાવિકને સપ્રદેશ કાા છે, અને ઉપદ્યમાન પૃથ્વીકાયિકેની અપેક્ષાએ તેમને અપ્રદેશ
શ્રી ભગવતી સૂત્ર : ૪
उ४४