________________
ર પડશે. હવે આ વિષયના વધારે સ્પષ્ટીકરણને માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે –
(a mi ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેટલાક જીવોને કર્મોપચય સાદિ સાન્ત હોય છે, કેટલાક જીવોને કર્મોપચય અનાદિ સાત હોય છે અને કેટલાક જીવોને કપચય અનાદિ અનંત હોય છે, પણ કેઈ પણ જીવને કર્મોપચય સાદિ અનંત હેતે નથી ?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(જોચમા !) હે ગૌતમ! (ફરિયાવહિયવંય મોડાણ સારૂણ સપનવસિર) જે કર્મબંધ યોગને કારણે જ થાય છે, કષાયને કારણે થતું નથી, એવાં કર્મબંધને “અર્યાપથિક બંધ ” કહે છે. એ પ્રકારના અર્યાપથિક કર્મને બંધ કરનાર જીવને કર્મોપચય સાદિ અને સાત હોય છે. જેમકે–અગિયાર, બાર અને તેરમાં ગુણ સ્થાને રહેલો જીવ આ પ્રકારનું હોય છે, એટલે કે તે જીવને કર્મોપચય સાદિ અને સાન્ત હોય છે. તેને સાદિ કહેવાનું કારણ એ છે કે જીવ આ કર્મબંધ નીચેનાં ગુણસ્થાનમાં રહે ત્યારે બાંધતે નથી, કારણ કે નીચેનાં ગુણસ્થાનમાં કષાયને સદૂભાવ રહે છે તેથી અબદ્ધ પૂર્વ (પૂર્વે નહીં બંધાચેલે) હેવાને કારણે આ કર્મ બંધને સાદિ (પ્રારંભ યુક્ત) કહ્યો છે. અાગી અવસ્થામાં એટલે કે ચૌદમાં ગુણસ્થાને ચડી જવાથી અથવા શ્રેણિથી નીચે ઉતરતા તેને બંધ છૂટી જાય છે, તે કારણે તેને સાન્ત (અન્ત સહિત) માને છે.
કર્મબંધને જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે (નો પરિપતા છું અનુમil વાચશો હરિ) પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ એ બને બંધ યોગથી થાય છે, અને સ્થિતિબંધ તથા અનુભાગબંધ કષાયથી થાય છે. આ રીતે કર્મબંધનાં મુખ્ય બે કારણ છે – (૧) વેગ અને (૨) કષાય.
જે કર્મબંધ ગમનાગમન આદિ ક્રિયાઓને કારણે થાય છે તે કમબંધને અર્યાપથિક કર્મબંધ કહે છે, અને એવાં કર્મને બાંધનાર જીવને ઐર્યાપથિક બંધક કહ્યો છે. દસમાં ગુણસ્થાન સુધી જ કષાયને સદ્ભાવ કહ્યો છે, ત્યાર પછીનાં ગુણસ્થાનમાં કષાયનો અભાવ હોય છે પણ યોગને સભાવ હોય છે. અગિયારમાં ગુણસ્થાનમાં કષાય બિલકુલ ઉપશાન્ત રહે છે. તેથી ત્યાં તે નહીં જેવી જ હોય છે. ત્યાં જે કર્મ પ્રકૃતિને બંધ થશે તે અપૂર્વ હશે. એજ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૦૪