________________
ઉત્તર—છે ગૌતમ! વર્ષોના આલાપ જેવાં જ હેમન્તના આલાપકે પણ સમજવા. એજ પ્રમાણે શ્રીભગડતુ સંબંધી આલાપકે પણ સમજવા. તથા વર્ષાઋતુના સમય, આવલિકા આદિની અપેક્ષાઓ જેવા આલાપકે કહા છે એવાં આલાપકે હેમન્ત અને ગ્રીષ્મના સમયથી ઋતુ પર્વતના કાળને અનલક્ષીને કહેવા જોઈએ. આ રીતે આ ત્રણે ઋતુઓનું કથન એકસરખું સમજવું. ત્રણે ઋતુના એકંદર ૩૦ આલાપક બને છે.
પ્રશ્ન–હે ભદન્ત ! જમ્બુદ્વીપના મન્દર પર્વતના દક્ષિણામાં જ્યારે પહેલા અયનની શરૂઆત થાય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ પહેલા અયનની શરૂઆત થાય છે?
ઉત્તર–હે ગૌતમ! સમયના વિષે જેમ કહેવામાં આવ્યું છે તેમ અય. નના વિષયમાં પણ સમજવું. અને તે કથન “ જનતા પશ્ચાદ્ભુતમ કથi વરદં વ્રતિ મતિ ” અહીં સુધી જ ગ્રહણ કરવું. જેવી રીતે અયન વિષેના આલાપકે કહ્યા છે એ જ પ્રમાણે સંવત્સર વિષેના આલાપકે પણ કહેવા જોઈએ. એ જ પ્રમાણે યુગ, વર્ષસહસ્ત્ર, પૂર્વ, પૂર્વ, ત્રુટિતા, ત્રુટિત, અટટા, અટક, અવવા, અવવ, હહુકા, હહક, ઉત્પલા, ઉત્પલ, પ, પદ્મ, નલિના, નલિન, અર્થનિપુરા, અર્થ નિપૂર, અયુતા, અયુત, નયુતા, નયુત, પ્રયુતા, પ્રયુત, ચૂલિકા, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકા. શીર્ષ પહેલિકા, પાપમ અને સાગરોપમના વિષયમાં પણ આલાપક કહેવા જોઈએ.
પ્રશ્ન––હે ભદત ! જ્યારે જમ્બુદ્વીપના દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણી શરૂ થાય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી શરૂ થાય છે ? અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ અવસર્પિણી શરૂ થાય છે, ત્યારે શું જમ્બુદ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં ઉત્સર્પિણી પણ હોતી નથી અને અવસર્પિણી હોતી નથી ? તે હે ભદન્ત ! હે દીર્ઘજીવન ! શું ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે ?
ઉત્તર–હા, ગૌતમ ! એવું જ છે. એટલે કે પ્રશ્નસૂત્ર પ્રમાણે જ અહીં સમસ્ત કથન સમજવું. જે પ્રકારે અવસર્પિણીના વિષયમાં આલાપક કહ્યો છે, એ જ પ્રમાણે ઉત્સર્પિણીના વિષયમાં પણ આલાપક સમજવો. તથા ચન્દ્રના વિષયમાં ત્રીજે આલાપક આ પ્રમાણે છે –
પ્રશ્ન–હે ભદન્ત ! લવણ સમુદ્રમાં બે ચન્દ્રમા ઈશાન કેણમાં ઉદય પામીને શું અગ્નિકેણમાં જાય છે? અગ્નિકેણમાં ઉદય પામીને શું નિત્ય કેણમાં જાય છે ? નૈઋત્ય કેણમાં ઉદય પામીને શું વાયવ્ય કોણમાં જાય છે? વાયવ્ય કોણમાં ઉદય પામીને શું ઈશાન કેણમાં જાય છે? (લવણ શકમાં ચાર ચન્દ્રમાં છે. તેમાંથી પ્રતિદિન ત્યાં બે ભાગમાં બે ચન્દ્ર ઉદય પામે છે, તે કારણે સુત્રપાઠમાં બે ચન્દ્ર' કહ્યા છે. )
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૬૬