________________
પ્રશ્ન—હૈ ભઇન્ત ! જ્યારે જમૂદ્રીપમાં મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં લાંબામાં લાંખી ૧૮ મુહૂર્તની રાત્રિ હાય છે, ત્યારે શું ઉત્તર દક્ષિણ દિશામાં ટુંકામાં ટુંકા ૧૨ મુદ્ભના દિવસ હાય છે ?
ઉત્તર—હા, ગૌતમ ! જ્યારે પૂર્વ-પશ્ચિમમાં લાંખામાં લાંબી ૧૮ મુહૂર તની રાત્રિ હોય છે, ત્યારે ઉત્તર-દક્ષિણમાં ટુંકામાં ટુંકા ૧૨ મુહૂત ના દિવસ હાય છે.
ઇત્યાદિ સમસ્ત વિષયનું કથન પહેલા ઉદ્દેશમાં કહ્યા પ્રમાણે સમજવું. પ્રશ્ન—હે ભદન્ત ! જ્યારે જમૂદ્રીપમાં દક્ષિણામાં વર્ષાઋતુને પ્રથમ સમય હાય છે, ત્યારે શું ઉત્તરા માં પણ વર્ષાઋતુના પ્રથમ સમય હોય છે ? અને જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષાના પ્રથમ સમય હાય છે, ત્યારે મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવ્યવહિત ( આંતરા રહિત ) ઉત્તર કાળમાં શું વર્ષાને પ્રથમ સમય હાય છે?
ઉત્તર—હા, ગૌતમ ! જ્યારે જમૂદ્રીપના દક્ષિણામાં વર્ષાના પ્રથમ સમય હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષોના પ્રથમ સમય હોય છે, અને જ્યારે ઉત્તરામાં વર્ષાનેા પ્રથમ સમય હાય છે, ત્યારે મન્દર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં અવ્યવહિત ઉત્તરકાળમાં વર્ષોના પ્રથમ સમય હોય છે.
પ્રશ્ન-હે ભદન્ત ! જ્યારે જમૂદ્રીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં વર્ષાના પ્રથમ સમય હાય છે, ત્યારે શું પશ્ચિમ દિશામાં પણ વર્ષોના પ્રથમ સમય હાય છે ? અને જ્યારે પશ્ચિમમાં વર્ષાના પ્રથમ સમય હોય છે, ત્યારે શું મન્દર પર્વતની ઉત્તર દક્ષિણ દિશામાં અનન્તર પશ્ચાત્કૃત ( ત્યારબાદના સમયમાં) સમયમાં અવ્યવહિત ( આંતરા રહિત ) પૂર્વકાળમાં વર્ષોંના પ્રથમ સમય હાય છે ?
ઉત્તર—હા, ગૌતમ ! જ્યારે જ'દ્વીપમાં મન્દર પર્યંતની પૂર્વ દિશામાં માંના પ્રથમ સમય હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ વર્ષના પ્રથમ સમય હોય છે અને જ્યારે પશ્ચિમમાંર્ષાના પ્રથમ સમય હોય છે, ત્યારે મન્દર પર્વતની ઉત્તર દક્ષિણુ દિશામાં અનન્તર ( ત્યારખાઇના સમયમાં ) સમયમાં વર્ષાને પ્રથમ સમય હોય છે. જેવી રીતે સમયની અપેક્ષાએ વર્ષોંને આ આલાપક ( પ્રશ્નોત્તર રૂપ સૂત્ર ) કહ્યો છે, એજ પ્રમાણે આવલિકા, આનપ્રાણ, શ્તાક, લવ, મુહૂત, રાત્રિ-દિવસ, પક્ષ, માસ અને ઋતુઓની અપેક્ષાએ પણ વર્ષોના આલાપક કહેવા જોઇએ.
પ્રશ્ન-હે ભદન્ત ! જમૂદ્રુપ નામના દ્વીપમાં દક્ષિણ દિશામાં જ્યારે હેમન્ત ઋતુના પ્રથમ સમયના પ્રારંભ થાય ત્યારે શું ઉત્તરમાં પણ હેમન્ત ઋતુના પ્રથમ સમયના પ્રારભ થાય છે ? અને જ્યારે ઉત્તરમાં હેમન્ત ઋતુના પ્રથમ સમયના પ્રારંભ થાય છે, ત્યારે જ દ્રીપમાં મન્દર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં શું ( ત્યારબાદના સમયમાં ) હેમન્ત ઋતુના પ્રારંભ થાય છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૬૫