________________
(નીવામાં અંતે ! જિં લોવરયા સાવવા?) હે ભદન્ત ! શું જીવો ઉપચયવાળાં હોય છે? અથવા શું તેઓ અપચયવાળાં હોય છે ? (ઉપચય એટલે વૃદ્ધિ અને અપચય એટલે હાનિ પહેલાં જેટલાં જ હોય તેમાં નવાં જીવની ઉત્પત્તિને કારણે સંખ્યાની જે વૃદ્ધિ થાય છે તેને ઉપચય કહે છે. અને જીનાં મરણ થવાને કારણે જીવોની મૂળ સંખ્યામાં જે ઘટાડો થાય છે તેને અપચય કહે છે.) “રોવરયા સાવવા?” અથવા શું તેઓ ઉપચય–અપચય બન્નેથી યુક્ત હોય છે? (એટલે કે વૃદ્ધિ અને હાનિ બનેથી એક સાથે યુક્ત હોય છે?) અથવા (નિવનિવરયા) શું જીવે ઉપચયઅપચય બનેથી રહિત હોય છે ? (એટલે કે વૃદ્ધિ-હાનિ બનેથી રહિત હોય છે) ગૌતમ સ્વામીએ ઉપર બતાવ્યા પ્રમાણેના ચાર પ્રશ્નો મહાવીર પ્રભુને પડ્યા છે. હવે સૂત્રકાર તે ચારે પ્રશ્નોનું દષ્ટાંતે દ્વારા પ્રતિપાદન કરે છે.
તોલમાપ લઈને મૂકી રાખેલા ધાન્યાદિના રાશિમાં (ઢગલામાં) બીજી ધાન્યરાશિ નાખી દેવાથી જેવી રીતે મૂળ ધાન્યરાશિના વજનમાં વધારે થાય છે, તેવી રીતે નિશ્ચિત સંખ્યાની જીવરાશિમાં શું બીજી નવી ઉત્પન્ન થયેલી જીવરાશિને વધારે થવાની તે મૂળ સંખ્યામાં વૃદ્ધિ થાય છે ખરી? આ પહેલે પ્રશ્ન છે. બીજો પ્રશ્ન આ પ્રમાણે છે-જેવી રીતે ધાન્યની રાશિમાંથી થોડું ધાન્ય લઈ લેવાથી ધાન્યની રાશિના વજનમાં ઘટાડો થાય છે, એવી રીતે નિશ્ચિત જીવરાશિમાંથી કેટલાક જીવો નીકળી જવાથી અથવા અન્ય પર્યાયમાં ચાલ્યા જવાથી શું તેમની સંખ્યામાં ઘટાડો થાય છે ખરે? ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે–એકી સાથે બીજાં જ પેદા થઈને તે જીવરાશિમાં આવી મળવાથી અને મરીને તેમાંથી નીકળી જવાને કારણે જીવસંખ્યામાં એકી સાથે વૃદ્ધિ અને હાનિ બને થાય છે ખરાં ? એ પ્રશ્ન-અથવા ઉત્પત્તિ અને મરણના અભાવે શું ઉપચય–અપચય જેવું કાંઈ પણ હોતું નથી? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“જોયા” હે ગૌતમ! (વા નો રોવરયા) જી ઉપચયથી યુકત હોતા નથી, કારણ કે અનુત્પન્ન જીની ત્યાં ઉત્પત્તિ થવાને અભાવ છે. જીવરાશિને ત્યારે જ ઉપચય યુકત માની શકાય કે જ્યારે તેમાં બીજાં નવાં ઉત્પન્ન થયેલાં છે આવીને મળી જાય. પરંતુ ઘટપટાદિ (ઘડા, વસ્ત્ર આદિ) ની જેમ જીવોની નવી ઉત્પત્તિ તે થતી નથી, તેથી જીવરાશિ જેટલી છે, એટલી જ રહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૩૮