________________
છે, સંપૂર્ણ રીતે જાણતું નથી, એ અર્થ અહીં ગ્રહણ કરે. એ જ પ્રમાણે પછીનાં ત્રણ પદને અર્થ પણ સમજ, તેઓ છદ્મસ્થમરણ મરે છે, કારણ કે તેઓ અવધિજ્ઞાન આદિ જ્ઞાનવાળા હોય છે. તેથી ઉપકમના કારણને અભાવે તેમનું મરણ છદ્રસ્થ મરણ ગણાય છે. વળી તેઓ અજ્ઞાની મિથ્યાષ્ટિ હોતા નથી તેથી તેમના મરણને અજ્ઞાન મરણ કહી શકાય નહીં. તેઓ કેવળજ્ઞાની હતા નથી તેમને મરણને કેવલિમરણ પણ કહેતા નથી.
ભગવાનની આ પ્રકારની દેશના સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું “લે અને ઈત્યાદિ. હે ભદન્ત આપની વાત સત્ય છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને તેમને સ્થાને બેસી ગયા. એ સૂત્ર ૮ | જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાને પાંચમાં શતકને સાતમે ઉદ્દેશક સમાપ્ત . પ-૭ છે
આઠર્વે ઉદેશક કે વિષય કા વિવરણ
– પાંચમાં શતકના આઠમા ઉદ્દેશકનો આરંભ –
પાંચમાં શતકના આઠમાં ઉદ્દેશકના વિષયોનું સંક્ષીપ્ત વિવરણ
મહાવીર પ્રભુના શિષ્ય નારદ-પુત્ર અને નિગ્રંથી–પુત્ર વચ્ચે યુદ્ધના વિષયમાં સંવાદ. નારદ-પુત્રની સાથે નિર્ચથી પુત્રની વિસ્તારપૂર્વક ચર્ચા થાય છે. ચર્ચાનો વિષય એ છે કે શું સમસ્ત પુદ્ગલ સાર્ધ (અર્ધભાગ યુક્ત) છે? મધ્યભાગ યુક્ત છે? પ્રદેશ યુક્ત છે? અંતે નારદ-પુત્ર દ્વારા નિગ્રંથી પુત્રના કથનને સ્વીકાર કરવામાં આવે છે, એવું પ્રતિપાદન. પુલની સાર્ધતા આદિ વિષે જાણવાની નારદ-પુત્રની જિજ્ઞાસા અને નિર્ચ થી પુત્ર દ્વારા આ વિષયમાં તેમને જે વાત સમજાવવામાં આવી હતી તેનું વર્ણન. પલેની અલગ અલગ રૂપે અપેક્ષાકૃત ન્યૂનાધિકતા, નિર્ચથી-પુત્ર પાસે નારદ-પુત્રની ક્ષમાયાચના, જીવની વૃદ્ધિ, હાસ અને યથાવસ્થાન (અવસ્થિતિ) વિષે ગૌતમને પ્રશ્ન અને તે પ્રશ્નનું સમાધાન, નારકોથી લઈને વિમાનિક દેવે વિષેના પૂર્વોકત પ્રશ્નોનું પ્રતિપાદન, સિદ્ધોની વૃદ્ધિ હાસ અને સ્થિરતા વિષે વિચાર, જીવોની સર્વ કાળમાં અવસ્થિતિનું કથન. નારકોની વૃદ્ધિ અને હા મ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી, તથા અવસથાન ૨૪ મુહૂર્ત સુધી હોવાનું કથન. એ જ પ્રમાણે સાતે નરક સંબંધી વિશેષતાનું કથન, અસુરકુમાર, એકેન્દ્રિય, દ્વિન્દ્રિય ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂછિમ, ગર્ભાજ, વાનવન્તર, જોતિષિક, સૌધર્મ, ઇશાન આદિના દેવેની વૃદ્ધિ, હાસ અને સ્થિરતાની વિચારણા, એ જ પ્રમાણે સિદ્ધો વિષે પણ વિચારણા, જી શું ઉપચય સહિત હોય છે ? અને જો શું અપચય સહિત હોય છે ? એવો પ્રશ્ન “ નિરૂપચય અને નિરપચયરૂપ હોય છે,” એ ઉત્તર. સિદ્ધો વિષે પણ એજ પ્રકારની વિચારણું, કાળની અપેક્ષાએ જીવમાત્રને લાગુ પડતી આ પ્રકારની બાબતોની વિચારણા.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૦૭